Business Good News For users of RuPay Debit Card in India
  • Home
  • Business
  • RuPay ડેબિટ કાર્ડ વાપરનારા જાણીને થશે ખુશ, એક નિર્ણયથી ગ્રાહક અને દુકાનદારને થશે ફાયદો

RuPay ડેબિટ કાર્ડ વાપરનારા જાણીને થશે ખુશ, એક નિર્ણયથી ગ્રાહક અને દુકાનદારને થશે ફાયદો

 | 5:07 pm IST

આજકાલ ઘણા લોકો રૂપે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI)એ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. NPCI મારફતે રૂપે ડેબિટ કાર્ડ (RuPay Debit Card) વડે શોપિંગ કરતાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા MDR 20 ઓક્ટોબરથી અમલમાં આવશે. NPCIના આ નિર્ણયથી ગ્રાહક અને દુકાનદાર બંન્નેેને ફાયદો થશે.

2,000 રૂપિયાથી વધુની લેણદેણ:

એનપીસીએલ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ 2,000 રૂપિયાથી વધુની લેણદેણ પર એમડીઆરને બદલી 0.60 ટકા કરવામાં આવ્યા છે. તેમાં દરેક લેણદેણ હવે વધુમાં વધુ 150 રૂપિયા લેવામાં આવશે. હાલમાં આ 2,000 રૂપિયાથી વધુની લેણદેણ પર 0.90 ટકા છે. નવા દર ભારત ક્યૂઆર કોડ આધારિત મર્ચેન્ટ લેણદેણ પર પણ લાગૂ થશે. આપને જણાવી દઈએ કે ભારત ક્યૂઆર એટલે કે કાર્ડ આધારિત ક્યૂઆર લેણદેણ પર એમડીઆરને ઓછી કરતાં 0.50 ટકા કરી દેવામાં આવ્યો છે મેક્સિમમ MDR 150 રૂપિયા પ્રતિ એમડીઆર હશે.

આ દિવસથી લાગૂ થશે નિયમ:

ડેબિટ કાર્ડથી લેણદેણ પર મળનાર આ છૂટ દરેક પ્રકારના પોઇન્ટ ઓફ સેલ(PoS) પર લાગૂ થશે. નવા દર 20મી ઓક્ટોબર 2019થી લાગૂ થશે. આ ફેરફાર બાદ NPCIનું કહેવું છે કે એમડીઆર રેટમાં ઘટાડો અને વધુમાં વધુ સીમા ઓછી કરવાથી બિઝનેસ ડેબિટ કાર્ડ વડે લેણદેણ પ્રત્યે પ્રોત્સાહિત થશે.

એમડીઆર એટલે શું?

MDR એવો ચાર્જ હોય છે જે દુકાનદાર તમારી પાસેથી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરતી વખતે લે છે. દુકાનદાર દ્વારા લેવામાં આવતો મોટો ભાગ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકને મળે છે. POS મશીન ઇશ્યૂ કરનાર બેંક અને પેમેન્ટ કંપનીને પણ આ પૈસા લઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન