Business Government airline in poor Pakistan 46 flights without passengers, huge losses
  • Home
  • Business
  • લોભિયા હોવા છતાંય ધૂતારા ન ફાવ્યા! પાકિસ્તાને 46 વિમાન ઉડાવ્યાં એમાં એક યાત્રીય ન ફરક્યો

લોભિયા હોવા છતાંય ધૂતારા ન ફાવ્યા! પાકિસ્તાને 46 વિમાન ઉડાવ્યાં એમાં એક યાત્રીય ન ફરક્યો

 | 12:01 pm IST

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) એ 2016-17માં કોઈ પણ મુસાફરો વિના 46 ફ્લાઇટ્સ ચલાવી હતી. જેના કારણે એરલાઇન્સને 17.17 કરોડ રૂપિયા (યુએસ 11 લાખ ડોલર) કરતા વધુનું નુકસાન થયું છે. પાકિસ્તાનના એક રિપોર્ટ અનુસાર આ આંકડા એક ઓડિટ રિપોર્ટમાં બહાર આવ્યા છે.

17.17 કરોડનું નુકસાન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદથી ખાલી ફ્લાઇટ્સ હોવાને કારણે એરલાઇન્સને ભારે નુકસાન પહોંચ્યું છે. સમાચાર મુજબ, પીઆઈએ 2016 થી 2017 દરમિયાન ખાલી ઉડાન ભરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇન્સને વહીવટને જાણ કર્યા પછી પણ 1.1 મિલિયન યુએસ ડોલરનું નુકસાન અને કોઈપણ તપાસ શરૂ થઇ નથી ઓડિટ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત 36 હજ ફ્લાઇટ્સ પણ કોઈપણ મુસાફરો વિના કરવામાં આવી હતી.

46 ઉડાણ કરાયા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ એર સર્વિસે ઇસ્લામાબાદથી ઉપડ્યું હતું અને તેના વિમાનને હવામાં ઉડાડ્યા બાદ, તેને પાછા ઇસ્લામાબાદ લઈ ગયા હતા. પીઆઈએ આ કામ એક કે બે વાર નહીં પરંતુ 82 વખત કર્યું છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર, વર્ષ 2016 થી 2017ની વચ્ચે પીઆઈએ એક જ મુસાફર સહિત 46 આવી ફ્લાઇટ્સ ચલાવી હતી. જેમા એકપણ યાત્રીઓ ન હતા.

પાકિસ્તાન પર 60 અરબ ડોલરનું દેવું

પાકિસ્તાનનું દેવું છ અબજ ડોલર પર પહોંચી ગયું છે. મૂડીના 39 મહિનાના કરાર સિવાય અન્ય દેશોના દેવાથી અને વ્યાજની ચુકવણીને કારણે વિદેશી ચુકવણી વિનિમય અનામત અને ચાલુ ખાતાની ખાધમાં પણ ઘટાડો થયો છે.

 

આ પણ જુઓ : 

અમદાવાદમાં રિવોલ્વર બતાવી એકાઉન્ટન્ટનું અપહરણ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન