Business In the IKEA store the first day to know why so many customers
  • Home
  • Business
  • IKEA સ્ટોરમાં પહેલા જ દિવસે જાણો કેમ ઉમટ્યા આટલા ગ્રાહકો

IKEA સ્ટોરમાં પહેલા જ દિવસે જાણો કેમ ઉમટ્યા આટલા ગ્રાહકો

 | 3:50 pm IST

દુનિયાની સૌથી મોટી ફર્નીચર રિટેલ અને હોમ ફર્નીશિંગ કંપની આઇકિયાનો ભારતમાં પહેલો સ્ટોર હૈદરાબાદમાં ખુલી ગયો છે. ગુરુવારે પહેલા જ દિવસ 30 હજારથી વધારે ગ્રાહક સ્ટોરમાં પહોંચશે. સોશિયલ મીડિયા પર પણ તેની ખૂબ ચર્ચા થઇ રહી છે. આવો જોઇએ આઇકિયામાં શોપિંગને લઇને લોકોમાં કેટલો ક્રેઝ છે ચાલો જોઇએ તેની પ્રાઇસ લિસ્ટ પર પણ એક નજર કરીએ.

કંપની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી માટે લાંબા સમયથી તૈયારી કરી રહી હતી. આઇકિયાને સરકારે 2013માં આશરે 10,500 કરોડ રૂપિયાના રોકાણની મંજૂરી આપી હતી. કંપનીએ હૈદરાબાદમાં 1000 કરોડ રૂપિયાના રોકાણથી પહેલા અને ભવ્ય સ્ટોર તૈયાર કર્યા છે. કેટલાક એડ કેમ્પેઇન દ્વારા કંપની ચર્ચામાં આવી ગઇ હતી.

આઇકિયાના આ સ્ટોરમાં આશરે 7500 પ્રોડક્ટ છે. ફર્નીચરની સાથે તમે ઘરેલું ઉપયોગની અન્ય કેટલીક વસ્તુઓ અંહીથી ખરીદી શકો છો. કંપનીએ કહ્યું છે કે ભારતીયઓની લાઇફસ્ટાઇલ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. એક કંપનીમાં આટલી બધી વસ્તુઓ અને કેટલાક વિકલ્પ મળે તો દરેક લોકોને ત્યાં જવું ગમશે.

આઇકિયાના સ્ટોરમાં રેસ્ટોરન્ટ પણ એક મોટું આકર્ષણ છે. ખરીદીની સાથે અંહી લોકો પેટ પૂજા પણ કરી શકે છે. એક સાથે 1000 લોકો બેસીને ભારતીય વાનગીઓની સાથે આઇકિયાના પ્રખ્યાત મીટ બોલ્સનો લુત્ફ લઇ શકે છે.

કંપનીએ કહ્યું કે સ્ટોરમાં આશરે 1000 વસ્તુઓની કિંમત આશરે 200 રૂપિયા કે તેનાથી ઓછી છે. કંપનીએ મધ્ય વર્ગને ધ્યાનમાં રાખીને વધારે સામાનોમાં કિંમતને લઇને વિકલ્પ આપ્યો છે. એટલેકે સસ્તામાં સસ્તો અને મોંઘામાં મોંઘો સામાન અંહી છે. તમે તમારી જરૂરત અને પૈસાને ધ્યાનમાં રાખીને ખરીદી કરી શકો છો.

લિવિંગ રૂમ માટે સોફાની એક મોટી રેન્જ આઇકિયા સ્ટોરમાં રહેલી છે. આશરે એક હજાર રૂપિયા થી લઇને આશરે દોઢ લાખ રૂપિયા કિંમત સુધીના સોફા છે. તે સિવાય આઇકિયા સ્ટોરમાં ખુરશી ટેબલની મોટી રેન્જ ઉપલબ્ધ છે. તેની કિંમત ડિઝાઇન અને ક્વોલિટી પર નિર્ભર છે.