Business India can not answer the trade war on India
  • Home
  • Business
  • અમેરિકા સાથે ટ્રેડ વૉર પર ભારતનું મૌન કેમ? ક્યારે પૂરો થશે વાતચીતનો દોર

અમેરિકા સાથે ટ્રેડ વૉર પર ભારતનું મૌન કેમ? ક્યારે પૂરો થશે વાતચીતનો દોર

 | 12:54 pm IST

ભારતે ગત વર્ષે 20 જૂને કહ્યું હતું કે તે અમેરિકાથી આયાત કરવામાં આવતા 29 ઉત્પાદનો પર ફી વધારશે. કારણકે અમેરિકાએ 9 માર્ચ, 2018એ ભારતથી ત્યાં આયાત થનારુ સ્ટીલ અને એલ્યુમીનિયમ પર ટેરિફ વધારી દીધી હતી.પરંતુ ભારતે બદલાની કાર્યવાહીમાં ટેરિફ વધારવાનો નિર્ણય આ અઠવાડિયે નવમી વખત ટાળી દીધો.

એક તરફ અમેરિકાના અન્ય મોટા મર્કન્ટાઇલ ભાગીદારોએ તરત બદલો લેતા ટેરિફ વધારવાની જાહેરાત કરી. બીજી તરફ ભારત એવું કરી રહ્યું નથી. તેનું મોટું કારણ છે કે આ મુદ્દા પર ભારત અને અમેરિકાની વચ્ચે નવી રીતે સમજૂતીની વાતચીત ચાલી રહી છે. એવામાં ટ્રેન્ડ વૉર પર બન્ને દેશોની વચ્ચે સમતિની સંભાવના હાલ પણ દેખાઇ રહી છે.

ભારતે પહેલી વખત ટેરિપ વધારવાનો નિર્ણય 4 ઓગસ્ટ 2018ની ઘોષિત તિથિને 45 દિવસ સુધી ટાળી 18 સપ્ટેમ્બર કરી હતી. તે દિવસોમાં ભારતને અમેરિકાથી ઉચ્ચ ટેકનિર વાળા રક્ષા ઉપકરણ ઓછા ભાવે મળ્યા હતા. આ કારણે 18 સપ્ટેમ્બર 2018ની તારીખ વધારીને 2 નવેમ્બર 2018 કરી દેવામાં આવી. ત્યારે બન્ને દેશોની વચ્ચે વાટાઘાટા ચાલી રહી હતી અને અમેરિકાએ ભારતની સાથે સુરક્ષિત સૈન્ય સંચારની સમજૂતી કરી હતી.

લોકહિતમાં નિર્ણય

ભારતે ટેરિફ વધારવાનો નિર્ણય ત્રીજી વખત 45 દિવસ માટે ટાળી દીધો અને નવી તારીખ 17 ડિસેમ્બર 2018 થઇ. ત્યારે કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારને લાગે છે કે સાર્વજનિક હિતમાં આવું કરવું જરૂરી છે.

તે બાદ ચોથી વખત સમય-સીમા વધારીને 31 જાન્યુઆરી, 2019 કરવામાં આવી. તે બાદ યુએસ-ઇન્ડિયા કમર્શલ ડાયલૉગ અને યૂએસ-ઇન્ડિયા સીઇઓ ફોરમમાં સામેલ થવા માટે ફેબ્રુઆરીમાં અમેરિકા વાણિજ્ય મંત્રી વિલ્બર રૉએ ભારતની મુલાકાત લીધી. ત્યારે અમેરિકા-ચીનની વચ્ચે પણ 90 દિવસ માટે વેપાર યુદ્ધ પર આ આશાથી વિરામ લાગ્યો હતો કે બન્ને દેશ બેસીને વધતા મર્કન્ટાઇલ વિવાદનો ઉકેલ નીકાળશે.

ટ્રેન્ડ પેકેજની રાહ

ભારતે આવનારી અમેરિકી વસ્તુઓ પર ટેરિફ વધારવાનો નિર્ણય આગળ પણ ટળતો ગયો અને પહેલા 2 માર્ચ અને બાદમાં 1 એપ્રિલની નવી-નવી સમય-સીમાઓ નક્કી કરવામાં આવી. કારણ હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે વાતચીતનો દોર ચાલું હતો અને બન્ને દેશ એક પ્રકારના ટ્રેન્ડ પેકેજને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં હતા.

માર્ચ મહિનામાં અમેરિકાએ ભારતીય નિકાસની અમૂક વસ્તુઓ પર જેનરલાઇજ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ પ્રોગ્રામ હેઠલ મળી રહેલી નિકાસ સુવિધાઓ પરત લેવાનો નિર્ણય કર્યો. જોકે, ભારતથી ચાલી રહેલી વાતચીતમાં અમેરિકાએ આ સુવિધાઓ જારી રાખવા પર સહમત થયું હતું. નહીંતર તે પહેલા જ પરત લેવાની જાહેરાત થતી. ભારતનું અનુમાન હતું કે અમેરિકા 2 મેંથી નિકાસ સુવિધાઓ પરત લઇ શકે છે. આ આશામાં તેને અમેરિકી વસ્તુઓ પર ટેરિફ વધારવાનો સમયગાળો ફરી એક વખત વધારીને 2 મેં નક્કી કરી.

2 મેંની તારીખ બદલીને 16 મેં કરી દીધી. આ વચ્ચે કદાચ અમેરિકી વાણિજ્ય મંત્રી વિલ્બર રૉસ અને ભારતીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુની વચ્ચે 6 મેંએ દ્વીપક્ષીય ચર્ચા થઇ ચૂકી છે.

સરકારે મંગળવારે કહ્યું કે અમેરિકાને જવાબ આપવાની તારીખ ફરીથી આગળ વધારવામાં આવી છે. આ વખતે નવી તારીક એક મહીના બાદ એટલે કે 16 જૂન 2019 રાખવામાં આવી છે. ધ્યાન રહે કે અમેરિકાએ 60 દિવસોની નોટિસ આપી હતી. જે 2 મેં ખતમ થઇ ગઇ. જોકે, તેને અત્યાર સુધી ભારતીય નિકાસથી જીપીએસ બેનિફિટ્સ પરત લીધા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન