Business Isha ambani anand piramal marriage video
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઇશા અંબાણીના ઘરે બોલીવુડ અંદાજમાં જાન લઇને પહોંચ્યા આનંદ પીરામલ – Video

ઇશા અંબાણીના ઘરે બોલીવુડ અંદાજમાં જાન લઇને પહોંચ્યા આનંદ પીરામલ – Video

 | 6:39 pm IST

ઇશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન આજે મુંબઇ સ્થિત બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરે એન્ટીલિયામાં લગ્ન છે. આનંદ પીરામલ જાન લઇને એંટીલીયા પહોંચ્યાય અંહી જાનૈયાઓનું મુકેશ અંબાણીએ સ્વાગત કર્યું, જાનૈયાઓએ બોલીવુડ અંદાજમાં ડાન્સ કર્યો. લગ્ન પહેલા ઇશા અંબાણી ભાઇ અનંત અંબાણી અને આકાશ અંબાણી તેના ઘરની બહાર ઘોડા પર કાળા ચશ્મા પહેરેલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, એક એવી તસવીર પણ સામે આવી છે. જેમા આકાશ-અનંત સિવાય તેના પિતા મુકેશ અંબાણી ચાલી રહ્યા છે. આ દરમ્યાન ઇશાના કાકા અનીલ અંબાણી પણ સાથે જોવા મળ્યા. આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં અંબાણી પરિવારના પુરૂષ સદસ્યોએ શેરવાની અને કુર્તો પહેર્યા હતા.

લગ્નને લઇને મુકેશ અંબાણીના ઘરે બોલીવુડ સ્ટાર સહિતના લોકો પહોંચી ગયા છે. આમિર ખાન તેની પત્ની કિરણ રાવ, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા નંદા, સહિતના સ્ટાર્સ પહોંચી ગયા છે. તે સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન પણ પહોંચ્યા છે. તેમનું સ્વાગત અનિલ અંબાણીએ કર્યું.

View this post on Instagram

✨❤️✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

View this post on Instagram

#aamirkhan with #kiranrao at #ishaambani #anandpiramal

A post shared by Bollywood Current Insta (@bollywoodcurrent_insta) on

View this post on Instagram

Gorgeous @kiaraaliaadvani at #ishaambani Aarti Puja

A post shared by Redspoon Filmy (@redspoonfilmy) on

જાન લઇને પહોંચેલા આનંદ પીરામલ દરેક લોકોને ગળે મળ્યા. આનંદ પીરામલે મીડિયા અને ફોટોગ્રાફર્સથી ચહેરો છુપાવવાની કોશિશ કરી હતી. બિલ્ડીંગની બહાર સુરક્ષા માટે મુંબઇ પોલીસ અને પર્સનલ સિક્યોરિટી ગાર્ડસ સિવાય ઇન્ટરનેશનલ એજન્સીની પણ મદદ લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન