Business Isha arrived at the event with Anant's GF and sister-in-law Shloka
  • Home
  • Featured
  • રાધિકા મર્ચેન્ટ અને ભાભી શ્લોકા સાથે ઇવેન્ટમાં પહોંચી ઇશા, ઇન્ડો વેસ્ટર્નમાં લાગી Gorgeous

રાધિકા મર્ચેન્ટ અને ભાભી શ્લોકા સાથે ઇવેન્ટમાં પહોંચી ઇશા, ઇન્ડો વેસ્ટર્નમાં લાગી Gorgeous

 | 9:24 am IST


બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર જ્યાં પણ જાય છે ત્યાં લાઇમલાઇટમાં રહે છે. હાલમાં મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાના ફેશન શોમાં પહોંચી. જાણકારી માટે જણાવી દઇએ કે અબુ જાની સંદીપ ખોસલાએ તેમના ડિઝાઇનર લેબલના 33 વર્ષ પૂરા થવા પર મુંબઇમાં એક ફેશન શોનું આયોજન કર્યું હતું. આ દરમિયાન શ્લોકા મહેતા અને રાધિકા મર્ચેન્ટ પણ નજરે પડી ઇશાની સાથે ઇશિતા સલગાંવકર પણ જોવા મળી.

ઇશિતા, મુકેશ અને અનિલની બહેન દીપ્તિ સલગાંવકરની પુત્રી છે. લુક્સની વાત કરીએ તો ઇશાએ આ દરમિયાન સિલ્વર કલરના ઑફ શોલ્ડર બ્લાઉસની સાથે બ્લેક કલરની સાડીમાં સુંદર દેખાઇ રહી છે. ઇશાએ ઇન્ડો વેસ્ટર્ન લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે. શોમાં શ્લોકા મહેતાએ ઑફ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે રાધિકા મર્ચેંટે પણ વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તસવીરોમાં ઇશાની ભાભી સાથે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન