બેન્ક ખાતેદારો માટે આવી ગયા ખુશીના સમાચાર, ખુદ જેટલીએ કરી વાત કે.. - Sandesh
  • Home
  • Business
  • બેન્ક ખાતેદારો માટે આવી ગયા ખુશીના સમાચાર, ખુદ જેટલીએ કરી વાત કે..

બેન્ક ખાતેદારો માટે આવી ગયા ખુશીના સમાચાર, ખુદ જેટલીએ કરી વાત કે..

 | 4:38 pm IST

કેન્દ્ર સરકારે પ્રસ્તાવિત નાણાકીય ઠરાવો અને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલ 2017ના વિષય પર કહ્યુ છે કે સાંસદમાં રજૂ કરવામાં આવેલ બિલમાં બેન્ક ગ્રાહકો માટે રહેલા સુરક્ષા જોગવાઇઓમાં કોઇપણ પ્રકારના કોઇ બદલાવની રજુઆત કરી નથી. જેનાથી તેમના હિતને નુક્શાન પહોંચે. કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે સંસદમાં રજૂ કરવામાં આવેલ બિલ દ્વારા ગ્રાહકોને અતિરિક્ત સુરક્ષા આપવાની સાથે-સાથે બેંકિંગ ક્ષેત્રમાં વધારે પારદર્શિત લાવવાની કોશિશ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની આ પ્રતિક્રિયા એ ખબરોને નકારવા માટે આપવામાં આવી છે કે જેમા દાવો કરવામાં આવી રહ્યો હતો કે એફઆરડીઆઇ બિલમાં કરવામાં આવેલ બેલ-ઇન જોગવાઇઓથી બેન્કના ગ્રાહકોની જમા રકમ પર ખતરો આવી શકે છે. કેન્દ્ર સરકારે આ ગેરમાન્યતાઓને નકારતા કહ્યું કે 11 ઓગસ્ટ 2017એ લોકસભામાં રજૂ એફઆરડીઆઇ બિલ હાલમાં સંસદની સંયુક્ત સમિતિ દ્વારા વિચારધીન છે. જ્યારે સંયુક્ત સમિતિ આ બિલ પર પણ દરેક હિતધારકોથી સલાહ લેવાનુ કામ કરી રહી છે. જેનાથી બેન્ક ગ્રાહકોની સુરક્ષા ધોરણો વધારે મજબૂત કરી શકાય.

કેન્દ્ર સરકાર મુજબ હાલના સમયમાં બેન્કના પ્રત્યેક ગ્રાહકને 1 લાખ રૂપિયા સુધીના ડિપોઝિટને ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન હેઠળ સુરક્ષા આપવામાં આવે છે. જ્યારે 1 લાખ રૂપિયાથી વધારે ડિપોઝિટને કોઇપણ પ્રકારની સુરક્ષા આપવામાં આવતી નથી અને અસુરક્ષિત ઋણદાતાના દાવાને સમકક્ષ માનવામાં આવે છે.જોકે પ્રસ્તાવિત બિલમાં કેન્દ્ર સરકારે સુરક્ષા આપવાની સાથે અસુરક્ષિત પૈસા પણ સુરક્ષા ધોરણો વધારવાની રજુઆત કરી છે.

કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે એફઆરડીઆઇ બિલ બેન્ક ગ્રાહકોના હિતને ધ્યાવમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જગ્યાઓ પર બેલ-ઇન જોગવાઇઓમાં ક્રેડિટર અને ડિપોઝિટરની મંજૂરીની જોગવાઇ રહેતી નથી.