વડોદરાઃ ધૂળેટીએ ગુમ થયેલા વેપારીના પુત્રની લાશ 65 કલાક બાદ નહેરમાંથી મળી - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • વડોદરાઃ ધૂળેટીએ ગુમ થયેલા વેપારીના પુત્રની લાશ 65 કલાક બાદ નહેરમાંથી મળી

વડોદરાઃ ધૂળેટીએ ગુમ થયેલા વેપારીના પુત્રની લાશ 65 કલાક બાદ નહેરમાંથી મળી

 | 9:53 pm IST

વડોદરાના ભાયલીથી ધુળેટીની રાતે ગુમ થયેલા ભૌમિક પટેલનો મૃતદેહ અંપાડ-લકડી ગામ વચ્ચે પસાર થતી નહેરમાંથી મળી આવ્યો છે. ભૌમિકની હત્યા બાદ તેના મૃતદેહને ઉદ્યોગોનું ગંદું પાણી લઈ જતી નહેરમાં ફેંકી દેવાયો હતો. વડોદરા તાલુકા પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ઇપીકો કલમ ૩૦૨ અને ૨૦૧ મુજબ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

ભાયલીના ઇલેક્ટ્રોનિક્સના વેપારી અશ્વિન પટેલનો પુત્ર ભૌમિક ગત શુક્રવારે ધુળેટીની રાતે રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. ધુળેટીએ રાતે હુમલાખોરોએ ભૌમિક પટેલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી હતી. ત્યારબાદ ભૌમિકનો મૃતદેહ અંપાડ-લકડી ગામ વચ્ચે પસાર થતી ઉદ્યોગોનું ગંદું પાણી લઈ જતી નહેરમાં ફેંકી દીધો હતો. હત્યારાઓએ ભૌમિકનો મોબાઇલ ફોન સગેવગે કર્યો હતો. છેલ્લે ઇકો સ્પોર્ટ્સ કાર અંકોડિયા-શેરખી ગામ પાસે મૂકી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ ભૌમિક પટેલનું શુક્રવાર રાતનું લોકેશન ભાયલી, અંપાડ અને જાસપુરનું આવતાં પોલીસની ટીમે આજે ત્યાં તપાસ હાથ ધરી હતી.

દરમિયાન અંપાડ-લકડી ગામ વચ્ચે પસાર થતી નહેર પર પોલીસને પહેલાં લોહીના ડાઘ મળ્યા હતા. આ સ્થળથી ૫૦૦ મીટરના અંતરે કેમિકલના ગંદા પાણીમાંથી ભૌમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. લગભગ ૬૫ કલાક બાદ ગંદા પાણીમાંથી મળેલો મૃતદેહ ડિકંપોઝ થઈ ગયો છે. તાલુકા પોલીસે સ્થળ પર પંચનામા સહિતની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૃ કરી છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ભૌમિકના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

માથા અને કપાળના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ભૌમિક પટેલને ગળા અને કપાળના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હોવાનું જણાયું હતું. ગળાના ભાગે ઊંડા ઘાને પગલે ઇકો સ્પોર્ટ્સ કારમાં લોહીના ફુવારા ઊડયા હોવાનું મનાય છે.

બંને સ્થળથી મળેલા લોહીના નમૂનાની ચકાસણી હ્લજીન્ કરશે
ગઈકાલે મળેલી બિનવારસી કાર અને નહેર પરથી મળેલા લોહીના નમૂના ચકાસણી માટે એફએસએલમાં મોકલાશે. આ લોહી ભૌમિક પટેલનું જ છે કે નહીં, તે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે.

ભૌમિકની હત્યા કારમાં જ કરી દેવાઈ? એકથી વધુ શખસોનો હાથ?
ભાયલીથી સલીમ સોડાવાળાની દુકાનથી રવાના થયા બાદ ભૌમિક સાથે કારમાં એકથી વધુ શખસો હોવાની આશંકા છે. કારમાં જ તેની હત્યા કરી દેવાઈ? હત્યા પહેલાં કે બાદમાં તેનો ફોન બંધ થયો? વગેરે જેવા સળગતા સવાલો છે.

માખીઓ બણબણતી હોવાથી શંકા ગઈ હતી
લોહીનાં નિશાન મળ્યાં બાદ પોલીસ અને મૃતકના સ્વજનોએ તે દિશામાં હાથ ધરી હતી. લગભગ ૫૦૦ મીટર દૂર માખીઓ બણબણતી હોવાથી શંકા ગઈ હતી. આખરે ત્યાં તપાસ કરતાં ભૌમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. – ક્રિપાલસિંહ ઝાલા, પીએસઆઇ, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન