Business news today sensex by 36,093 and nifty 10,704
  • Home
  • Business
  • શેરબજારમાં દિવસના અંતે નિરાશા વ્યાપી, સેન્સેક્સ −470 પોઇન્ટ તૂટ્યો

શેરબજારમાં દિવસના અંતે નિરાશા વ્યાપી, સેન્સેક્સ −470 પોઇન્ટ તૂટ્યો

 | 3:48 pm IST

Business news today sensex by 36,093 and nifty 10,704

શેરબજારમાં દિવસના અંતે મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −470.41 અંક એટલે કે 1.29% ટકા ઘટીને 36,093.47 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −135.85 પોઈન્ટના ઘટાડા સાથે 10,704.80 પર બંધ થઇ છે.

ઉલ્લેખનિય છે કે PSU બેંકોની વાત કરીએ તો સેક્ટરમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જેમાં ટોપ લુઝરમાં કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક સામેલ છે.

આ સિવાય મેટલ, IT સેક્ટરમાં પણ નરમાઈ જોવા મળી છે. રિપોર્ટ મુજબ બીએસઇ પર 246 સ્ટોકમાં લોવર સર્કિટ જોવા મળી છે. જ્યારે લગભગ 100 સ્ટોક્સ 52 સપ્તાહની નીચલી સપાટીએ હીટ થયા છે.

આ વીડિયો પણ જુઓ : સ્વામિનારાયણના સંતનો માંફી માગતો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન