Business news today sensex by 37,059 nifty 11,135
  • Home
  • Business
  • શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 31 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 11,135 પર ટ્રેડ

શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 31 પોઇન્ટ ઘટ્યો અને નિફ્ટી 11,135 પર ટ્રેડ

 | 9:46 am IST

આજે પ્રારંભિક ટ્રેડિંગમાં, શેરબજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −31.25 પોઇન્ટ ઘટીને 37,059.57 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −12.70 પોઈન્ટ ઘટીને 11,135.50 પર ટ્રેડ કરી રહ્યો છે.

આજે શેરબજારના આરંભમાં સનફાર્મા, વેદાંત, અદાણી પોર્ટસ, આઇટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇશર મોટર્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, સિપ્લા, આઇઓસી, SBI, ગેઇલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ટીસીએસ, એક્સિસ બેન્કમાં મજબૂતીની સાથે વેપાર ટ્રેડ થઇ રહ્યો છે.

બીજા તરફ ટ્રેડિંગમાં ટાઇટન કંપની, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, લાર્સન, ઓએનજીસી, બીપીસીએલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ફોસિસ, કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો નબળાઇ સાથે વેપાર કરી રહ્યાં છે.

મંગળવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં નજીવી રિકવરી જોવા મળી છે. મંગળવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 8 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 70.45 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.53 પર બંધ રહ્યો હતો.

ગઇકાલે દિવસના અંતે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ −372.17 અંક એટલે કે 0.99% ઘટીને 37,090.82 પર અને નિફ્ટી −130.70 અંક એટલે કે 1.16%ઘટીને 11,148 પર શેરમાર્કેટ બંધ થયું હતુ. ઉલ્લેખનિય છે કે ગઇકાલે સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં નરમાઇ જોવા મળી હતી. પ્રારંભિક ટ્રેડિંગમાં સેન્સેક્સ નજીવા ઘટાડા સાથે ખુલ્યો હતો. જેમાં બીએસઇ 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −63.21 પોઇન્ટ ઘટીને 37,402.45 પર ખુલ્યો હતો. બીજી તરફ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઇન્ડેક્સ નિફ્ટી −31.10 પોઈન્ટના ઘટાડા સાથે 11,247.80 પર ખૂલ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન