Business news today sensex by 37,060 and nifty 10,918
  • Home
  • Business
  • શેરબજારમાં દિવસના અંતે થયો મોટો કડાકો

શેરબજારમાં દિવસના અંતે થયો મોટો કડાકો

 | 3:53 pm IST

શેરબજારમાં દિવસના અંતે મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −267.64 પોઇન્ટ ઘટીને 37,060.37 ની સપાટીએ બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −98.30 પોઈન્ટના ઘટાડા સાથે 10,918.70 પર બંધ થયુ છે.

આજે ભારતીય બજારની શરૂઆત નજીવા વધ-ઘટ સાથે થઇ હતી. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −17.05 પોઇન્ટ ઘટીને 37,310.96 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −8.35 પોઈન્ટના ઘટાડા સાથે 11,008.65 પર ટ્રેડ થઇ રહ્યું હતુ.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં 25 પૈસાનો વધારો જોવા મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.45 ના ભાવ પર ખૂલ્યો હતો. તેમજ છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 71.70 પર બંધ રહ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગર મનપના વિરોધ પક્ષના નેતાના પુત્રનો મૃતદેહ મળ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન