Business news today sensex by 37,104 and nifty 10,982
  • Home
  • Business
  • શેરમાર્કેટમાં દિવસના અંતે કડાકો, સેન્સેક્સ 166 પોઇન્ટ ઘટી બંધ

શેરમાર્કેટમાં દિવસના અંતે કડાકો, સેન્સેક્સ 166 પોઇન્ટ ઘટી બંધ

 | 3:44 pm IST

શેરબજારમાં દિવસના અંતે કડાકો થયો છે. જેમાં સેન્સેક્સ −166.54 અંક એટલે કે 0.45% ટકાના ઘટાડા સાથે 37,104.28 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −52.90 પોઈન્ટના ઘટાડા સાથે 10,982.80 પર બંધ રહી છે.

શેરબજારમાં દિવસની શરૂઆતમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +119.79 અંક એટલે કે 0.32% ટકાના વધારા સાથે 37,390.61 પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +38.35 પોઈન્ટના વધારા સાથે 11,074.05 પર ટ્રેડ થઇ રહી હતી.

ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયા ઉછાળો જોવા મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 22 પૈસા વધ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.43 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.65 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન