Business news today sensex by 37,123 and nifty 10,993
  • Home
  • Business
  • દિવસના અંતે પણ શેરબજારમાં કડાકો, જાણો માર્કેટનો હાલ

દિવસના અંતે પણ શેરબજારમાં કડાકો, જાણો માર્કેટનો હાલ

 | 3:39 pm IST

કાચા તેલની કિંમતમાં આગ ઝરતી તેજીના કારણે શેરબજારમાં ઘટાડો થયો છે. જેમાં દિવસના અંતે પણ શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −261.68 અંક એટલે કે 0.70% ટકાના ઘટાડા સાથે 37,123.31 પર બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −82.65 પોઈન્ટના ઘટાડા સાથે 10,993 પર બંધ થઇ છે.

જેમાં શેરબજારમાં દિવસની શરૂઆતમાં કડાકો જોવા મળ્યો હતો. તેમજ સેન્સેક્સ −229.51 અંક એટલે કે 0.61% ટકાના ઘટાડા સાથે 37,155.48 પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −74.95 પોઈન્ટના ઘટાડા સાથે 11,000.95 પર ટ્રેડ થઇ રહી હતી.

સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયા ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 70 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.62 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.92 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

આ Video પણ જુઓ: અમદાવાદના રાણિપ ડેવલોપ થતું હોવા છતા લોકો મુશ્કેલીમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન