Business news today sensex by 37,155 and nifty 11,000
  • Home
  • Business
  • કાચા તેલની કિંમતમાં આગ ઝરતી તેજીના કારણે શેરબજારમાં કડાકો

કાચા તેલની કિંમતમાં આગ ઝરતી તેજીના કારણે શેરબજારમાં કડાકો

 | 9:49 am IST

કાચા તેલની કિંમતમાં આગ ઝરતી તેજીના કારણે શેરબજારમાં ઘટાડો થયો છે. જેમાં શેરબજારમાં દિવસની શરૂઆતમાં કડાકો જોવા મળ્યો છે. તેમજ સેન્સેક્સ −229.51 અંક એટલે કે 0.61% ટકાના ઘટાડા સાથે 37,155.48 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −74.95 પોઈન્ટના ઘટાડા સાથે 11,000.95 પર ટ્રેડ થઇ રહી છે.

સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયા ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 70 પૈસાનો ઘટાડો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.62 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.92 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

આ પણ જુઓ : કચ્છના ફિલ્મ પ્રોડ્યુસર બિજલ મહેતાની ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન