Business news today sensex by 38,736 and nifty 11,552
  • Home
  • Business
  • શેરબજારની થઇ ધીમી ચાલ, માર્કેટનો માહોલ જાણવા કરો ક્લિક

શેરબજારની થઇ ધીમી ચાલ, માર્કેટનો માહોલ જાણવા કરો ક્લિક

 | 3:47 pm IST

દિવસના અંતે શેરબજારમાં આજે નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −86.88 પોઇન્ટ ઘટીને 38,736.23ની સપાટીએ બંધ થયું છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −30.40 પોઈન્ટના ઘટાડો સાથે 11,552.50 પર બંધ થયું છે.

શેરબજારમાં આજે આરંભમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 117.99 પોઇન્ટ વધીને 38,941.10 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 18.25 પોઈન્ટના વધારા સાથે 11,601.15 પર ટ્રેડ થઇ રહી હતી.

સપ્તાહના છેલ્લા માર્કેટ દિવસ શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં 1 પૈસાના નહિવત ઘટાડા સાથે શરૂઆત જોવા મળી હતી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 68.45 ના ભાવ પર ખૂલ્યો હતો. તેમજ છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 68.44 પર બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન