Business news today sensex by 38,897 and nifty 11,596
  • Home
  • Business
  • શેરબજારમાં બોલાયો કડાકો, માર્કેટના અહેવાલ માટે કરો ક્લિક

શેરબજારમાં બોલાયો કડાકો, માર્કેટના અહેવાલ માટે કરો ક્લિક

 | 3:48 pm IST

શેરબજારમાં દિવસના અંતે મોટો કડાકો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −318.18 પોઇન્ટ ઘટીને 38,897.46 ની સપાટીએ ટ્રેડ બંધ થયો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −90.60 પોઈન્ટના ઘટાડા સાથે 11,596.90 પર બંધ થયું છે.

ત્યારે શેરબજારમાં આજે આરંભમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −82.61 પોઇન્ટ ઘટીને 39,133.03 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −32.50 પોઈન્ટના ઘટાડા સાથે 11,655.00 પર ટ્રેડ થઇ રહ્યો હતો.

ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં 5 પૈસાની મજબૂતી સાથે શરૂઆત જોવા મળી હતી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં નજીવો વધારો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 68.76 ના ભાવ પર ખૂલ્યો હતો. તેમજ છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 68.81 પર બંધ રહ્યો હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના જે શેરમાં વધારો જોવા મળ્યો હતો તેમાં એચડીએફસી (1.18%), ભારતી એરટેલ (1.08%), એચડીએફસી બેંક (0.74%), આઈટીસી (0.29%), હીરો મોટકોર્પ (0.21%) પ્રમુખ છે. તેમજ નિફ્ટીના જે શેરમાં વધારો થયો છે તેમાં વિપ્રો, યુપીએલ, એચડીએફસી, ભારતી એરટેલ અને એચડીએફસી બેન્કના શેર પ્રમુખ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન