Business news today sensex by 38,905 nifty 11,690
  • Home
  • Business
  • મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સમાં 138 પોઇન્ટનો ઉછાળો

મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સમાં 138 પોઇન્ટનો ઉછાળો

 | 3:50 pm IST

આજે દિવસના અંતે શેરબજારમાં મજબૂતી જોવા મળી છે. માર્કેટ બંધ થતા સેન્સેક્સમાં 138 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. તેમજ આજે માર્કેટમાં સેન્સેક્સ +138.73 અંક એટલે કે 0.36 ટકા વધીને 38,905.84 પર અને નિફ્ટી +46.90 અંક એટલે કે 0.40 ટકા વધીને 11,690.35 પર શેરબજાર બંધ થયું છે.

સપ્તાહની શરૂઆતમાં આજે શેરબજારમાં ખુલતાની સાથે નજીવો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +78.62 અંક એટલે કે 0.20 ટકા વધીને 38,845.73 પર અને નિફ્ટી +12.00 અંક એટલે કે 0.10 ટકા વધીને 11,655.45 પર શેરબજાર ટ્રેડ કરી રહ્યું હતુ.

શેરબજારમાં આજે ખુલતાની સાથે ઉછાળો જોવા મળતા માર્કેટમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ +78.62 અંક એટલે કે 0.20 ટકા વધીને 38,845.73 પર અને નિફ્ટી +12.00 અંક એટલે કે 0.10 ટકા વધીને 11,655.45 પર રહ્યું હતુ. ઉલ્લેખનિય છે કે આજે શેરબજાર વધારા સાથે ખુલતા અને માર્કેટ બંધ થતા પણ ઉછાળો આવતા માર્કેટમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન