Business news today sensex by 39,434 and nifty 11,844
  • Home
  • Business
  • શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 623 પોઇન્ટનો ઉછાળો અને નિફ્ટી 11,844 પર બંધ

શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેક્સમાં 623 પોઇન્ટનો ઉછાળો અને નિફ્ટી 11,844 પર બંધ

 | 3:45 pm IST

એનડીએની સત્તા ફરી બનતા શેરબજારમાં ખુશીનો માહોલ છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +623.33 પોઇન્ટ વધીને 39,434.72 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +187.05 પોઈન્ટ વધીને 11,844.10 ની સપાટીએ માર્કેટ બંઘ થયું છે.

ઉલ્લેખનિય છે કે આજે સવારે શેરબજાર ખુલતા ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 264.89 પોઇન્ટ વધીને 39,076 ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 90.95 પોઈન્ટ વધીને 11,748 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. ગઇકાલે દિવસ દરમિયાન શેરબજારે રેકોર્ડ બ્રેક 40,000નો આંકડો પાર કર્યો હતો.

એનડીએની સત્તા પર જોરદાર વાપસીથી રૂપિયામાં વધારો થયો છે. શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવા મળ્યો છે. શુક્રવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 26 પૈસાના જોરદાર વધારા સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.75 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 70.01 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે એનડીએની વાપસીના સંકેતથી જ રૂપિયામાં ઉછાળો જોવા મળી રહ્યો હતો.

જાણો કયા શેરમાં રહી તેજી-મંદી
શુક્રવારે શેરબજારના આરંભમાં બીપીસીએલ, આઇઓસી, યસ બેન્ક, લાર્સન, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ, એસબીઆઈ, એક્સિસ બેન્ક, ઇન્ફોસિસ, હીરો મોટોકોર્પ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ, સન ફાર્મા, મહિન્દ્રા અને મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પોરેશન, આઇટીસી, સિપ્લા અને ડો. રેડ્ડીઝ લેબ્સએ મજબૂતી સાથે ટ્રેડ થઇ રહ્યો હતો.

બીજી તરફ, વ્યવસાયની શરૂઆતમાં ભારતી ઇન્ફ્રાટેલ, બજાજ ઓટો, ઓએનજીસી, ટાઇટન કંપની, એચયુએલ, એચસીએલ ટેક, હિન્દાલ્કો અને કોલ ઇન્ડિયામાં નબળાઇ સાથે ટ્રેડિંગ થઇ રહ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન