Business news today sensex by 39,679 and nifty 11,873
  • Home
  • Business
  • નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, નિફ્ટી 11,900થી નીચે

નજીવા ઘટાડા સાથે ખુલ્યું શેરબજાર, નિફ્ટી 11,900થી નીચે

 | 9:50 am IST

શેરબજારમાં દિવસની શરૂઆત નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 77.46 પોઇન્ટ ઘટીને 39,679.35 ની સપાટીએ ટ્રેડથઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 32.3 પોઈન્ટ ઘટીને 11,873.90 પર ખુલ્યો છે.

ગુરુવારે પણ અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી છે. જોકે જાણકારો જણાવી રહ્યાં છે અમેરિકી ડોલર સામે રૂપિયા મજબૂત થશે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.34 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.34 પર બંધ રહ્યો હતો.

કયા શેરમાં રહી તેજી-મંદી?
ગુરુવારે પ્રારંભિક ટ્રેડિંગમાં યસ બેન્ક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇન્ફોસિસ, ઓએનજીસી, બ્રિટાનિયા, ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ, ભારતી ઇન્ફ્રાટેલ, વેદાંત, યુપીએલ, બજાજ ઓટો, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેંક, હિન્દાલ્કો, એનટીપીસી અને અદાણી પોર્ટ્સમાં નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

બીજી બાજુ, બીપીસીએલ, એશિયન પેઇન્ટ્સ, એસબીઆઈ, કોલ ઇન્ડિયા, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક, સિપ્લા, આઈઓસી, બજાજ ફાઇનાન્સ, ટાઇટન કંપની, સન ફાર્મા, લાર્સન, બજાજ ફીન્સર્વે અને રિલાયન્સ મજબૂતી સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન