Business news today sensex by 39,790 and nifty 11,918
  • Home
  • Business
  • શેરબજારમાં શરૂઆતમાં કડાકો, સેન્સેક્સ 159 પોઇન્ટ ડાઉન અને નિફ્ટી 11,918 પર ટ્રેડ

શેરબજારમાં શરૂઆતમાં કડાકો, સેન્સેક્સ 159 પોઇન્ટ ડાઉન અને નિફ્ટી 11,918 પર ટ્રેડ

 | 9:51 am IST

શેરબજારમાં દિવસની શરૂઆતમાં સેન્સેક્સમાં કડાકો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −159.49 પોઇન્ટ ઘટીને 39,790.97 ની સપાટીએ ટ્રેડ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −46.90 પોઈન્ટ ઘટીને 11,918.70 પર ટ્રેડ થઇ રહી છે.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.44 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.44 પર બંધ રહ્યો હતો.

કયા શેરમાં રહી તેજી-મંદી?
બુધવારે પ્રારંભિક ટ્રેડિંગમાં એશિયન પેઈન્ટ્સ, ગેઇલ, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, રિલાયન્સ, વેદાંત, આઇટીસી, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, યુપીએલ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેન્ક અને બજાજ ફિનિસર્વ મજબૂત ટ્રેડિંગમાં ટ્રેડ થઈ રહ્યા છે.

બીજી બાજુ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, યસ બેન્ક, હીરો મોટોકોર્પ, એચસીએલ ટેક, ભારતી ઇન્ફ્રાટેલ, ઓએનજીસી, ટીસીએસ, ગ્રાસિમ, ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ અને એચડીએફસીમાં નરમાઇ જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન