Business news today sensex by 39,797 and nifty 11,910
  • Home
  • Business
  • શેરબજારમાં નજીવી વધ-ઘટ સાથે શરૂઆત, સેન્સેક્સ 56 પોઇન્ટ વધી ખુલ્યો

શેરબજારમાં નજીવી વધ-ઘટ સાથે શરૂઆત, સેન્સેક્સ 56 પોઇન્ટ વધી ખુલ્યો

 | 9:42 am IST

શેરબજારમાં દિવસની શરૂઆતમાં સુસ્તીનું વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 55.64 પોઇન્ટ વધીને 39,797 ની સપાટીએ ખુલ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 3.95 પોઈન્ટની નરમાઇ સાથે 11,910.10 પર ખુલ્યો છે.

શુક્રવારે પણ અમેરિકાના ડોલર સામે રૂપિયામાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં સ્થિરતા જોવા મળી છે. જોકે જાણકારો જણાવી રહ્યાં છે અમેરિકી ડોલર સામે રૂપિયા મજબૂત થશે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.51 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.51 પર બંધ રહ્યો હતો.

કયા શેરમાં રહી તેજી-મંદી?
શુક્રવારે પ્રારંભિક ટ્રેડિંગમાં આઇઓસી, બી.પી.સી.એલ., ગ્રાસીમ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, હિન્દાલ્કો, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, એસબીઆઈ, આઇટીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, સિપ્લા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇશેર મોટર્સ, કોટક મહિન્દ્રા, કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ અને મહિન્દ્રા અને મહિન્દ્રા નબળાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

બીજી બાજુ, બીજી બાજુ યસ બેન્ક, ગેઇલ, પાવર ગ્રીડ કોર્પોરેશન, યુપીએલ, વેદાંત, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, વિપ્રો, એનટીપીસી, ભારતી ઇન્ફ્રાટેલ અને એચડીએફસી મજબૂતી સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન