શેરબજારમાં દિવસના અંતે નજીવી વધ-ઘટ

શેરબજારમાં દિવસના અંતે નજીવી વધ-ઘટ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ +8.36 અંક એટલે કે 0.021% ટકા વધીને 40,802.17 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −7.85 પોઈન્ટના ઘટાડો સાથે 12,048.20 પર બંધ રહી છે.
સોમવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 4 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.78 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.74 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
આ વિડીયો પણ જુઓ: વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મની ઘટનાનો વિરોધ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન