ઈ-કોમર્સ માટે આવ્યા સારા સમાચાર, ભારતની પ્રોડક્ટના સ્ટોકની મંજૂરી માટે ભલામણ - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઈ-કોમર્સ માટે આવ્યા સારા સમાચાર, ભારતની પ્રોડક્ટના સ્ટોકની મંજૂરી માટે ભલામણ

ઈ-કોમર્સ માટે આવ્યા સારા સમાચાર, ભારતની પ્રોડક્ટના સ્ટોકની મંજૂરી માટે ભલામણ

 | 6:21 pm IST

શું તમે ક્યારેય ઈન્ટરનેટ પર શૂઝ, જૈકેટ અથવા બીજી કોઈ વસ્તુ ખરીદી છે? તમે તમારા જુના મોબાઈલ અથવા લેપટોપના વેચવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે? અથવા તો તમે ઈ-કોમર્સમાં કોઈ હિસ્સો લીધો છે. ઈ-કોમર્સ જેને ઈલેક્ટ્રોનિક કોમર્સના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ એક પ્રોસેસ છે. જેના દ્વારા બિઝનેસ અને કન્જ્યુંમર એક ઈલેક્ટ્રોનિક માધ્યમથી તેમની વસ્તુ અને સર્વિસેસને વેચતા અને ખરીદતા હોય છે.

FDI અને સ્પર્ધા અંગેના પેટા જૂથે ભલામણ કરી હતી કે, “મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા ઇન્વેન્ટરી મોડલને મર્યાદિત ક્ષમતામાં મંજૂરી આપવામાં આવશે.” જૂથે આ ભલામણ ભારતીય પ્રમોટર અને મેનેજમેન્ટ અંકુશ ધરાવતા બિઝનેસ-ટુ-કન્ઝ્યુ. ઇ-કોમર્સ મોડલ્સ માટે કરી છે. સરકાર ચાલુ વર્ષના અંત સુધીમાં ઇ-કોમર્સ પોલિસીને આખરી ઓપ આપવાની યોજના ધરાવે છે.

કોમર્સ સેક્રેટરી રિટા ટિયોટિયાની આગેવાનીમાં શુક્રવારે મળેલી નવ સેક્રેટરીની બેઠકમાં ડેટાના લોકલાઇઝેશન, ઇન્વેન્ટરી આધારિત ઓનલાઇન રિટેલમાં સીધું વિદેશી રોકાણ, ગ્રાહક સુરક્ષા અને ઊભરતી ટેક્નોલોજિસની ચર્ચા કરવામાં આવશે. પેટા જૂથમાં ઉદ્યોગ સંગઠનો અને ઇ-કોમર્સ કંપનીઓના પ્રતિનિધી ઉપરાંત, કંપની મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય, DIPP, સ્પર્ધા પંચંના અધિકારીઓનો સમાવેશ થાય છે.

પોલિસી ઇ-કોમર્સની નવી વ્યાખ્યા કરશે એવી ધારણા છે. તેને લીધે ઓનલાઇન રિટેલર્સની લાયેબિલિટી અને જવાબદારીમાં વધારો થશે. ઇ-કોમર્સ કંપનીઓએ ગ્રાહક સંબંધી સમસ્યાના ઉકેલ માટે નેશનલ કન્ઝ્યુ. હેલ્પલાઇન સાથે એકીકરણ સાધવું પડશે. સરકારની થિન્ક ટેન્કે ચર્ચા હેઠળની નવી ઇ-કોમર્સ પોલિસીના ભાગરૂપે ઇન્વેન્ટરી આધારિત ઓનલાઇન રિટેલર્સને ભારતમાં બનેલી પ્રોડક્ટ્સનો સ્ટોક કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી છે.