Business Price war for consumers, gifted TV buyers
  • Home
  • Business
  • પ્રાઇસ વોર ગ્રાહકો માટે બન્યું વરદાનરૂપ, ટીવી ખરીદનારાઓને બખ્ખાં

પ્રાઇસ વોર ગ્રાહકો માટે બન્યું વરદાનરૂપ, ટીવી ખરીદનારાઓને બખ્ખાં

 | 7:24 pm IST

દેશના ટેલિવિઝન માર્કેટમાં આ સમય એક જોરદાર લડાઇ જોવા મળી રહી છે. આ સમય ટેલિવિઝન માર્કેટમાં આશરે 70થી વધારે કંપનીઓ એકબીજાની સાથે હરિફાઇ કરી રહી છે. જેનાથી પ્રાઇસ વોર ખૂબ તેજ થઇ ગયું છે. હાલ બે વર્ષ પહેલા દેશમાં તેની અડધી સંખ્યામાં ટીવી કંપનીઓ હતી. પ્રાઇસવોરને લઇને ટીવીની સરેરાશ કિંમતોમાં સરેરાશ 40 ટકા ઘટાડો આવ્યો છે. ખાસ વાત એ છે કે આવનાર સમયમાં આ માર્કેટમાં અને મેન્યુફેક્ચરર્સની ઓછી થવાની આશા છે એવામાં પ્રાઇસવોરમાં વધારે તેજી જોવા મળી શકે છે.

ટીવી માર્કેટમાં ચાલી રહેલા પ્રાઇસવોરના આ ઉદાહરણોથી સમજી શકાય છે, વર્ષ 2016માં 32 ઇંચ એચડી રેડી ટેલિવિઝનની કિંમક 13,500 રૂપિયા હતી. આજ આ કિંમતમાં ગ્રાહકોને આ સાઇજમાં સ્માર્ટ અને ફુલ એચડી ટીવી સેટ મળી રહ્યા છે. 2016માં આ સ્પેસિફિકેશનની સાથે ટીવી ખરીદવા માટે ગ્રાહકોને 28000થી 29000 રૂપિયા સુધીની કિંમત ચુકવવી પડતી હતી. આજે 43 ઇંચ સાઇઝના સ્માર્ટ 4K TV સેટ 30000 રૂપિયામાં મળી રહ્યા છે. જે બે વર્ષ પહેલા 45,000-50,000 રૂપિયાના મળતા હતા. તે સિવાય 55 ઇંચના 4K TV માટે આજે ગ્રાહકો 45000થી 50000 રૂપિયા ચૂકવી રહ્યા છે. જેની ફક્ત બે વર્ષ પહેલા સુધી કિંમત 70000થી 80000 રૂપિયા હતી.

શાઓમી, થોમસન અને ટીસીએલ જેવી કંપનીઓ આ પ્રાઇસ વોરથી માર્કેટમાં લીડર સેમસંગ એલજી અને સોનીના બજારમાં શેરમાં ખલેલ પહોંચાડી રહી છે. ચાર ઓનલાઇન ટીવી બ્રાન્ડ્સના એક્ઝિક્યુટીવે જણાવ્યું કે કંપનીઓ તરફથી ઓનલાઇન એક્સક્યુસિવ ડીલમાં વધારો અને 50થી55 ઇંચના લાર્જ સ્ક્રીન સાઇઝ સેગમેન્ટમાં માર્કેટ શેર વધારવા પર કંપનીઓના ફોકસથી આવનાર સમયમાં તેની કિંમતોમાં વધારે ઘટાડો થઇ શકે છે.