પંજાબ નેશનલ બેંકમાં ખાતુ ધરાવનાર લોકો માટે ખુશખબર - Sandesh
  • Home
  • Business
  • પંજાબ નેશનલ બેંકમાં ખાતુ ધરાવનાર લોકો માટે ખુશખબર

પંજાબ નેશનલ બેંકમાં ખાતુ ધરાવનાર લોકો માટે ખુશખબર

 | 2:31 pm IST

પબ્લિક સેક્ટર બેંક પંજાબ નેશનલ બેંકે અલગ-અલગ સમયગાળાની 10 કરોડ રૂપિયા સુધીના ડિપોઝિટ પર વ્યાજ દરોમાં 1.25 ટકાનો વધારો કરવાની ઘોષણા કરી છે. આ દર પહેલી જાન્યુઆરીથી લાગૂ થશે. બેંક અનુસાર, એક કરોડ રૂપિયા સુધીની કિંમત માટે 7-29 દિવસના ડિપોઝિટ પર વ્યાજ દર 4 ટકાથી વધારીને 5.25 ટકા કરવામાં આવી છે. આ રીતે 30-45 દિવસની ડિપોઝિટ પર વ્યાજ દર 4.50થી વધારીને 5.25 ટકા કરવામાં આવી છે. તેમજ 30-45 દિવસની ડિપોઝિટ વ્યાજ દર 4.50થી વધીને 5.25 ટકા કરવામાં આવી છે. 46-90 દિવસના ડિપોઝિટ પર વ્યાજદર 6.25 ટકા વ્યાજ મળશે. જે પહેલા 5.50 ટકા હતું. 91-179 દિવસના ડિપોઝિટ પર દર 6થી વધારીને 6.25 ટકા કરી દેવામાં આવ્યું છે.

બેન્ક 1થી10 કરોડ રૂપિયા સુધીની મોટી રકમની 7-45 દિવસની જમા પર હવે 4ની જગ્યાએ 4.8 ટકા વ્યાજ આપશે. આ રીતે 46-179 દિવસની ડિપોઝિટ પર 4ની જગ્યાએ 4.9 ટકા, 180-344 દિવસની ડિપોઝિટ પર 4.25ની જગ્યાએ 5 ટકા વ્યાજ મળશે.એક વર્ષના સમયના ડિપોઝિટ પર વ્યાજ દર પાંચથી વધીને 5.7 ટકા, એકથી 3 વર્ષ માટે પાંચથી વધારીને 5.5 ટકા તથા ત્રણથી 10 વર્ષના સમય માટે વ્યાજ દર 5થી વધારીને 5.25 ટકા કરી દેવામાં આવી છે.