વ્યવસાયમાં સફળતા મેળવવા માટેનો ઉપાય જણાવશો? - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • વ્યવસાયમાં સફળતા મેળવવા માટેનો ઉપાય જણાવશો?

વ્યવસાયમાં સફળતા મેળવવા માટેનો ઉપાય જણાવશો?

 | 2:49 am IST

પ્રશ્નઃ મારું નામ કૈલાશ પટેલ છે. મારા પુત્રની જન્મ તારીખ ૬-૧૨-૧૯૯૦ છે. હાલ પ્રાઈવેટ બિઝનેસ કરે છે. લગ્નયોગ વિશે ખાસ જણાવશો.

ઉત્તરઃ આપના પુત્રની વિગતોનો અભ્યાસ કરતાં સારા સ્થળે ઔધોગિક ક્ષેત્રમાં નોકરી કરે તો ધીમેધીમે વધુ સારું પ્રગતિ થઈ શકે. ભાગીદારીમાં મૂડીરોકાણ કરવાની સલાહ નથી. પાત્ર પસંદગી બાબતે જૂનથી ડિસેમ્બર-૨૦૧૮નો સમયગાળો અનુકૂળતા સૂચવે છે તેમાં વિશેષ પ્રયત્નો કરવાની સલાહ છે.

૧. દરરોજ સવારે પીપળાના વૃક્ષના દર્શન કરવા.

૨. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ જાતે કરે તો સારી સફળતા મળી શકે.

૩. સોમવારે તથા ગુરુવારે સામાજિક કામગીરી માટે સમય ફાળવવો.

પ્રશ્નઃ નમસ્તે, મારું નામ હાર્દિક દવે છે. જન્મ તારીખ ૯-૧૨-૧૯૮૭. જન્મ સમય સાંજે ૬-૧૫. સ્થળ અમદાવાદ. હું બધી રીતે સુખી છું. મારા લગ્ન ક્યારે થશે તે જણાવવા વિનંતી.

ઉત્તરઃ આપની વિગતોનો અભ્યાસ કરતાં જણાય છેકે ઓક્ટોબર-૨૦૧૮થી જૂન-૨૦૧૯નો સમયગાળો યોગકારક બને છે. પાત્ર પસંદગી બાબતે રવિવાર, સોમવાર, ગુરુવારનો ઉપયોગ વિશેષ કરવાની સલાહ છે.

૧. દરરોજ સાંજે ચંદ્રના દર્શન કરવા.

૨. તમારો રાશિ સ્વામી ચંદ્ર છે.

૩. દર રવિવારે કુળદેવી માતાજીની ભક્તિ વિશેષ કરવી.

૪. શનિવારે અગત્યના કાર્યો-મુલાકાતની સલાહ નથી.

પ્રશ્નઃ નમસ્કાર સાહેબ, મારું નામ જમનભાઈ રવજીભાઈ જિ.જામનગર છે. આર્થિક ભીડ ઓછી થાય તથા વ્યવસાયમાં સફળતા મળે તે માટે કયા પ્રકારના મંત્ર-પ્રાર્થના કરવી જોઈએ. તે અંગે માર્ગદર્શન આપશોજી.

ઉત્તરઃ તમે જન્મતારીખ-જન્મ સમય કે જન્મ સ્થળને લગતી કોઈ વિગતો જણાવી નથી. તમારી પાસે સાચી જન્મતારીખ કદાચ નહીં હોય. આર્થિક ભીડમાં શરત મેળવવા માટે દરરોજ સવારે વહેલા ઊઠીને ઊગતાં સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ. લક્ષ્મી નારાયણની મૂર્તિ કે છબીના નિત્ય દર્શન કરવા.

મંગળનો ઋણમોચક સ્તોત્રનો પાઠ કરવાથી આર્થિક ભીડ ઓછી થાય તેવા અનુભવ ઘણા વેપારી મિત્રોને છે. વેપારમાં ઉધાર-ઉઘરાણી વધે નહીં તેવા પ્રયત્નો કરીને વ્યવસાય પ્રવૃત્તિ કરવાની સલાહ છે. કુળદેવી-માતાજીની ભક્તિ દરરોજ કરવી જોઈએ.

પ્રશ્નઃ મારું નામ કમલેશભાઈ (સુરત) છે. મારા પુત્ર ડેનીશની જન્મ તારીખ ૯-૫-૧૯૯૨. જન્મ સમય રાત્રે ૮-૦૫. જન્મ સ્થળ- વિસનગર છે. કયો વ્યવસાય કે નોકરી કરવી તે જણાવશો.

ઉત્તરઃ આપના પુત્રની જન્મકુંડળીની વિગતોને અભ્યાસ કરતાં જણાય છે કે કોઈ મોટા ગ્રહદોષ નથી. ચિંતા કરવાની જરૂર નથી. કાપડ ઉદ્યોગ કે તેને લગતી બાબતોમાં નોકરી કરવાની સલાહ છે. મૂડી રોકાણ થાય તેવો ધંધો હમણાં કરવો નથી. વર્ષ ૨૦૧૯ પ્રગતિ સૂચવે છે.

૧. દરરોજ સવારે કુળદેવી-ઉમિયામાતાનું સ્મરણ કરવું.

૨. દર બુધવારે તથા અમાસે પીપળાના વૃક્ષને જળ ચઢાવી. દર્શન કરવા. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો એક પાઠ કરવો.

૩. પ્રગતિ માટે મોસાળપક્ષની વ્યક્તિનો સાથ-સહકાર મળવાના યોગ છે. તે દિશામાં પ્રયત્ન કરવાની સલાહ છે.

પ્રશ્નઃ મારી જન્મ તારીખ ૫-૫-૧૯૭૫ છે. જન્મ સમય રાત્રે ૧-૨૦, જન્મ સ્થળ રાજકોટ છે. મારો અભ્યાસ ધો-૧૨ સુધી છે. નોકરીમાં કે ધંધામાં મેળ પડતો નથી. યોગ્ય માર્ગદર્શન આપશોજી.

ઉત્તરઃ ભાઈ શ્રી, આપના જન્મની વિગતોનો અભ્યાસ કરતાં જણાય છે કે મૂડી રોકાણ જેવા કોઈ ધંધા-વેપારની સલાહ નથી. સારા ઔધોગિક ક્ષેત્રમાં નોકરી કરી શકો છો. તમારા અનુભવ પ્રમાણે સુપરવાઈઝર કે મદદનીશ તરીકે સેવા આપીને આર્થિક પ્રગતિ કરી શકો.

કુંભ રાશિ ઉપર નામ સાચુ છે. રાશિ સ્વામી શનિ છે. તેથી હનુમાનજીની ભક્તિ કરવાની સલાહ છે. સ્વામિનારાયણ-સંપ્રદાય પાળતા હોય તો જનમંગલના પાઠ કરવાથી આધિ-વ્યાધિ-ઉપાધિમાં રાહત મળે છે તેવો અમારો અનુભવ છે. જીવનમાં ધીમી ગતિએ આર્થિક પ્રગતિ થશે. ઓગષ્ટ-૨૦૧૮થી માર્ચ-૨૦૧૯ના સમયમાં કંઈક નવીન આયોજન ગોઠવી શકાય.

પ્રશ્નઃ મારું નામ દલસુખભાઈ (જામનગર) છે. મારા પુત્રની જન્મ તારીખ ૨૭-૧૧-૧૯૮૬. સમય સવારે ૬-૪૫. સ્થળ ધાંગધ્રા છે. તેનો લગ્નયોગ ક્યારે છે? કઈ રાશિ સાથે વધુ અનુકૂળતા ગણાય?

ઉત્તરઃ આપના પુત્રની જન્મકુંડળીની વિગતોનો અભ્યાસ કરતાં જણાય છે કે તેના અભ્યાસને અનુરૂપ પાત્રની પસંદગી માટે એપ્રિલ-૨૦૧૮થી મે-૨૦૧૯ સુધીના ૧૪ માસનો સમય વધુ યોગકારક ગણાય. ઉદાર વલણ રાખીને આગળ વધવાની સલાહ છે. જન્મ નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની છ કન્યા રાશિ સાચી છે. તેથી મેષ રાશિ (અ.લ.ઈ.) સિવાયના પાત્રો સાથે અનુકૂળતા ગણાય. વિગતવાર કુંડળી મેળવીને આગળ વધવાની સલાહ છે. મંગળવારે તથા શનિવારે અગત્યની મુલાકાત-વાતચીતની સલાહ નથી.

પ્રશ્નઃ મારું નામ જગદીશભાઈ છે. મારા પુત્ર અંકિતની જન્મ તારીખ ૧૧-૬-૧૯૮૮ છે. સમય સવારે ૮-૦૫. તેના લગ્નયોગ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી છે.

ઉત્તરઃ આપના પુત્રનો જન્મ અધિક જેઠ વદ બારસના દિવસે થયો છે. ચંદ્રરાશિ મેષ સાચી છે. અન્ય વિગતોનો અભ્યાસ કરતાં પાત્ર પસંદગી બાબતે પોઝિટિવ વલણથી મહેનત કરવાની સલાહ છે. મોસાળપક્ષની વ્યક્તિના સાથ સહકારથી જીવનમાં પ્રગતિસૂચક યોગ બને છે. આગામી જુલાઈથી ડિસેમ્બર-૨૦૧૮નો સમયગાળો વધુ યોગકારક જણાય.

૧. દરરોજ સૂર્યનારાયણની ભક્તિ કરવી. રવિવારે ખીર-રોટલીનું ભોજન બપોરે લેવાય તો વધુ સારું. ઉપવાસ ફરજિયાત નથી.

૨. દર મંગળવારે કુળદેવી માતાજી તથા ગણપતિની ભક્તિ વિશેષ કરવા.

૩. સારુંં ચંદ્રનું નંગ મોતી ચાંદીની વીંટીમાં ધારણ કરી શકાય. જેથી મનોબળ તથા નિર્ણયશક્તિમાં સુધારો થઈ શકે.

પ્રશ્નઃ મારુંં નામ ભાવનાબેન (ગોધરા) છે. મારી પુત્રીની જન્મ તારીખ-૧૫-૭-૧૯૯૫ છે. બી.એસ.સી., બી.એડ. છે. મ્યુઝિકમાં પ્રગતિ કરી છે. માત્ર પસંદગી. લગ્નયોગ ક્યારે છે ?

ઉત્તરઃ આપની પુત્રીની વિગતવાર કુંડળીનો અભ્યાસ કરતાં જણાય છે કે ઓગષ્ટ-૨૦૧૮થી ફેબ્રુઆરી-૨૦૨૦ સુધીનો સમય યોગકારક બને છે તેમાં વિવાહ બાબતે પ્રયત્નો કરવાથી સારી સફળતા મળે.

૧. દરરોજ સૂર્યનારાયણની ભક્તિ કરવી. બની શકે તો દરરોજ આદિત્ય હૃદયનો પાઠ કરવો. જેથી અનુકૂળતા વધશે.

૨. દરરોજ ગાયત્રીમંત્ર તથા સરસ્વતિના સરળ મંત્રોનું સ્મરણ કરવાથી જ્ઞાાન, સંગીત, કલાક્ષેત્રે પ્રગતિ થાય તેવો અમારો અનુભવ છે.

પ્રશ્નઃ મારું નામ કનુભાઈ શાહ (સુરત) છે. મારા પુત્ર ચિ.ભાવેશ જન્મ તારીખ ૨૩-૧૧-૧૯૮૭ છે. તે બેન્કમાં નોકરી કરે છે. તેની કુંડળીમાં સર્પદંશનો યોગ છે? યોગ્ય પાત્ર ક્યારે મળશે ?

ઉત્તરઃ ચિ.ભાવેશભાઈથી જન્મકુંડળીનો વિગતવાર અભ્યાસ કરતાં જણાય છે કે સર્પદંશ જેવો કોઈ યોગ નથી. પરંતુ વિષભય યોગ બને છે. તેથી વિલાયતી દવાઓનો ઉપયોગ કાળજી પૂર્વક, મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ. બેન્ક તથા વાણિજય ક્ષેત્રમાં તેની પ્રગતિ છે. તેથી અન્ય પ્રલોભનોથી-ધંધાકીય ભાગીદારીથી દૂર રહેવાની સલાહ છે. સગપણ બાબતે જુલાઈ-૨૦૧૮થી ફેબ્રુઆરી-૨૦૧૯નો સમય વધુ અનુકૂળ ગણાય. વૈષ્ણવ સંપ્રદાયને અનુરૂપ ઈષ્ટદેવની ભક્તિ કરો તે ઈચ્છનીય છે. કોઈ દોષકારક યોગો નથી. તેથી મનમાંથી ભય કાઢીને સ્વસ્થતાપૂર્વક નિર્ણયો લેવાની સલાહ છે.

– ભુપેન્દ્ર  ધોળકિયા