શુ તમે Vicks, Corexનો ઉપયોગ કરો છો? તો આ વિગત જરૂરથી વાંચો - Sandesh
  • Home
  • Business
  • શુ તમે Vicks, Corexનો ઉપયોગ કરો છો? તો આ વિગત જરૂરથી વાંચો

શુ તમે Vicks, Corexનો ઉપયોગ કરો છો? તો આ વિગત જરૂરથી વાંચો

 | 12:00 pm IST

સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી દવાની કંપનીઓને વધુ એક ઝટકો લાગી શકે છે. કોર્ટે 349 ફિક્સ્ડ ડોઝ મિશ્રણ(એફડીસી)ની દવાઓનું ફરીથી પરીક્ષણ કરાવવાના પક્ષમાં નિર્ણય લીધો છે. આ પહેલાં આ દવાઓ પર લગાવવામાં આવેલી રોક અમાન્ય કરી હતી. એફડીસી દવાઓમાં કોરેક્સ કફ સિરપ, વિક્સ એક્શન-500 એકસ્ટ્રા અને અન્ય ડાયાબિટીઝના ઇલાજમાં કામ આવનારી દવાઓ સામેલ છે. આ દવાઓ પર કેન્દ્રએ અગાઉ પણ રોક લગાવી હતી. કારણકે આ દવાઓથી લોકોને જોખમ છે અને તેના સુરક્ષિત વિકલ્પ ઉપલબ્ધ છે.

આ મામલામાં કેન્દ્ર સરકારની અરજી પર નિર્ણય લેતા જજ આર એફ નરીમન અને એસ કે કૌલની પીઠે કોર્ટના આદેશને ફગાવ્યા છે. આ મામલામાં દવા અને સૌંદર્ય અધિનિયમમાં કહેવામાં આવેલી જરૂરી પ્રક્રિયાને અપનાવવામાં આવી નથી. તેની સાથે જ કોર્ટે આ દવાઓ અને ઔષધ તકનીકી સલાહકાર બોર્ડથી પુનઃ પરીક્ષણ કરવાનો આદેશે આપ્યો છે.કેન્દ્ર સરકારે કોકાટે સમિતિની ભલામણ પર 10 માર્ચ 2016એ એફડીએસ દવાઓ પર રોક લગાવી દીધી હતી. કોર્ટે નિર્ણયમાં કહ્યું કે આ મામલાની ઉંડાણથી વિશ્લેષણ કરવા માટે અમારુ માનવું છે કે આ મામલાને ડીટીએબી કે ડીટીએબી દ્વારા રચિત પેટા સમિતિને મોકલવામાં આવે. જેથી આ મામલે ફરી એકવાર નોંધવામાં આવે. કોર્ટે કહ્યું કે ડીટીએબી અને આ કાર્ય માટે રચિત પેટા-સમિતિ દવા વિનિર્માતાઓનો પક્ષ સાંભળશે. સમિતિ આ મામલે ગેર-સરકારી સંગઠન ઓલ ઇન્ડિયા ડ્રગ્સ એક્શન નેટવર્કની વાત પણ સાંભળશે.

સુપ્રીમ કોર્ટે આ મામલે એફડીસી પર રોક લગાવવાના કેન્દ્ર સરકારના 10 માર્ચના આદેશ વિરુદ્ધ નોંઘાવેલ દવા કંપનીઓની અરજીને સ્વીકાર કરી લીધી હતી. જેમા કહ્યું હતુ કે કેન્દ્રનો નિર્ણય દવા અને પ્રસાધન સામગ્રી કાયદા હેઠળ આપવામાં આવેલી પ્રક્રિયાને અપનાવ્યા વગર આ આદેશ આપ્યો છે. અરજી ફાઇજર,ગ્લેન માર્ક,પ્રાક્ટર એન્ડ ગેંબલ અને સિપ્લા જેવી પ્રમુખ દવા કંપનીઓએ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન