ટાટા મોટર્સે ગુજરાતમાંથી પહેલી ટિગોર ઇલેકટ્રિક કાર લોન્ચ કરી - Sandesh
  • Home
  • Business
  • ટાટા મોટર્સે ગુજરાતમાંથી પહેલી ટિગોર ઇલેકટ્રિક કાર લોન્ચ કરી

ટાટા મોટર્સે ગુજરાતમાંથી પહેલી ટિગોર ઇલેકટ્રિક કાર લોન્ચ કરી

 | 2:52 pm IST

ટાટા મોટર્સના ચેરમેન ઇમેરિટસ રતન ટાટાએ ગુજરાતના સાણંદમાં સ્થિત ફેક્ટરીથી ટિગોર ઇવી લોન્ચ કરી છે. ટાટા મોટર્સે એલ 1 બિડરના રૂપમાં ક્વોલીફાઇ કર્યું હતું.

કંપનીએ સપ્ટેમ્બર 2017માં ઇએફએસએલ દ્વારા નીકાળવામાં આવેલ 10000 ઇલેકટ્રોનિક કારનું ટેન્ડર હાંસલ કર્યું હતું. ફેજ-1 માટે ટાટા મોટર્સને 250 ટિગોર ઇવીની ડિલીવરી કરવાની છે. જેના માટે તેને એલઓએ મળ્યું છે. જ્યારે 100થી વધારે કાર માટે ટૂંક સમયમાં ઇએફએસએલ તરફથી એલઓએ ઇશ્યૂ કરવાની આશા છે.

ટાટા સમૂહના ચેરમેન એન ચંદ્રશેખરે કહ્યુ કે આ ટાટા મોટર્સ માટે એક મહત્વનો તબક્કો અને ટીમ માટે ગર્વની ક્ષણ છે. તેમજ અમે ભારતમાં E-મોબિલિટીના ફ્યૂચર બનાવવા માટે મળીને કામ કરીશું. તેમજ દેશમાં વાયુ પ્રદુષણ તથા તેલ આયાત પર અંકુશ લગાવવા માટે સરકાર 2030 સુધી ફક્ત ઇલેક્ટ્રિક કારનો ઉપયોગનું લક્ષ્ય લઇને ચાલી રહી છે. ટાટા મોટર્સે કહ્યું છે કે તે સરકારના આ વિઝનને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે.