અમેરિકા અને ચીનને પછાડી ટેલિકોમ સેક્ટરમાં અવ્વલ બનશે ભારત - Sandesh
  • Home
  • Business
  • અમેરિકા અને ચીનને પછાડી ટેલિકોમ સેક્ટરમાં અવ્વલ બનશે ભારત

અમેરિકા અને ચીનને પછાડી ટેલિકોમ સેક્ટરમાં અવ્વલ બનશે ભારત

 | 7:46 pm IST

વર્ષ 2017માં ભારતે મોબાઇલ ડેટા ઉપયોગમાં અમેરિકા અને ચીનના કુલ ડેટા વપરાશને પાછળ મુકી દીધુ છે. 2017માં ટેલિકોમ સેક્ટરની વાર્તા પૂર્ણ રીતે બદલાઇ ગઇ છે. કંપનીઓમાં ટેરિફ વોર ચાલ્યું અને કોલ દર પણ લગભગ ફ્રી પણ થઇ ગઇ. ડેટામાં વધતી માંગને જોતા 2018માં સેક્ટરની ગ્રોથ વઘારે ઝડપથી આગળ વઘશે અને આગામી બે વર્ષમાં આશરે 3 લાખ કરોડ રૂપિયા રોકાણ ટેલિકોમ કંપનીમાં થવાનું આનુમાન છે.

કંપનીઓ વેચાઇ
ભારતના ટેલિકોમ સેક્ટરમાં 2017 બદલાવનુ વર્ષ રહ્યું અને વર્ષના અંત સુધી બજારમાં ફક્ત ત્રણ મોટા પ્લેયર્સ રહ્યા. એક તરફ ટાટાએ તેના ટેલિકોમ બિઝનેસ ભારતી એરટેલને વેંચી દીધો. ત્યારે ગત વર્ષ બજાર એન્ટ્રી કરનારી મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ નાના ભાઇની કંપની આરકોમનું વાયરલેસ નેટવર્ક ખરીદ્યું.

આગામી વર્ષે વદ્ધિ થશે
બીજી તરફ વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરે એક થઇને દેશના સૌથી મોટા મોબાઇલ ઓપરેટર બનવાનો નિર્ણય લીધો. એરટેલે ટેલિનોરની ભારતીય કંપની ટેલિનોરને ખરીદવા સિવાય તિકોના પણ ખરીદી. ટેલિકોમ સેક્રેટરીએ 2017 અને 2018માં ઇંડસ્ટ્રી અંગે કહ્યું કે 2017 ટેલિકોમ સેક્ટરમાં કંપનીઓમાં એક થઇ. તેમજ આગામી વર્ષે સેક્ટરમાં વૃદ્ધિ થશે. ભારતના ટેલિકોમ સેક્ટર ચીન બાદ બીજા નંબર પર છે.

જીઓની ક્રાંતિ
જીઓની એન્ટ્રીથી કોલ દર જ્યા ફ્રી થવા સુધીના સ્તરથી નીચે આવી ગયા. જ્યારે ગ્રાહકોના એક મોટા વર્ગે પ્રથમ વખત સસ્તા દર પર 4જી ડેટા, સસ્તા 4જી મોબાઇલ હેન્ડસેટ જેવા સપના પૂરા થયા. વિશ્વષકોનું કહેવું છે કે આ વર્ષ ભારતીય ટેલિકોમ સેક્ટર અને ગ્રાહકો અંગે અનેક માન્યતાઓ તોડનારુ રહ્યું.

હવે કોલ નહી પણ ડેટાથી થશે કમાણી
શોધ સંસ્થાન સ્ટેટ કાઉન્ટર રિસર્સના રિપોર્ટ અનુસાર આ સમયે 80 ટકા ભારતીય ઇન્ટરનેટનો ઉપયોગ સ્માર્ટફોન દ્રારા કરી રહ્યા છે. સુત્રો અનુસાર ભારતીય ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ઘણાં બદલાવને રેખાંકિત કર્યા છે. તે અનુસાર એન્ડ્રોયડ ફોન પર વીતાવવામાં આવતા સમયથી ચીનને છોડીને ભારત પ્રથમ સ્થાન પર છે. દેશમાં 1 જીબી ઇન્ટરનેટ ડેટાની વાર્ષિક કિંમત 2014ની તુલનામાં ઘટીને આશરે અડધી થઇ ગઇ છે. એક સમયે કહેવામાં આવતું હતું કે વોઇસ એટલે કે ફોન કોલથી થનારી કમાણીથી ચાલે છે. પરંતુ હવે તેની જગ્યાએ ડેટાએ લીધી છે.