Business The calculations were overtaken by SBI, the loss of such the first quarter
  • Home
  • Business
  • SBIને લઇને ગણતરીઓ ઉંધી પડી, પ્રથમ ક્વાર્ટરમાં થયું આટલા કરોડનું નુકસાન

SBIને લઇને ગણતરીઓ ઉંધી પડી, પ્રથમ ક્વાર્ટરમાં થયું આટલા કરોડનું નુકસાન

 | 5:05 pm IST

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને એપ્રિલ -જૂન ક્વાર્ટરમાં 4,875.85 કરોડ રૂપિયાનો ચોંકાવનારું નુકસાન થયું છે. જાણવા જેવી વાત છે કે એક ખાનગી ટીવી ચેનલના પોલમાં એનાલિસ્ટ્સે એસબીઆઇને જૂન ક્વાર્ટરમાં 242 કરોડ રૂપિયાનો નફાનું અનુમાન વ્યક્ત કર્યું છે. પંરતુ, બેન્કે સતત ત્રીજા ક્વાર્ટરમાં તેનુ નુકસાન નોંધાવ્યું છે.

દેશના સૌથી મોટી સરકારી બેન્કે ગત નાણા વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં 7718.17 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરી-માર્ચ 2017 દરમિયાન તેને 2005.53 કરોડ રૂપિયાનો લાભ થયો હતો. નાણા વર્ષ 2018ના ડિસેમ્બર ક્વાર્ટરમાં બેન્કને 2416.40 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એસબીઆઇને આ નુકસાન પહેલી વખત થયું હતું.

જૂન ક્વાર્ટરમાં એસબીઆઇને 21798 કરોડ રૂપિયાનું નેટ વ્યાજ આવ થઇ જે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં 17,606 કરોડ રહ્યો હતો. ઇટી નાઉની પોલમાં તેના 20426 કરોડ રૂપિયા રાખવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. એપ્રિલ-જૂન દરમિયાન બેંકને 7.1 ટકાના વધારાની સાથે 58813.18 કરોડ રૂપિયા રહ્યા જે ગત વર્ષે આ ક્વાર્ટરમાં 54,905.40 કરોડ રૂપિયા હતા.

જૂન ક્વાર્ટર માટે બેંકે 19,228.26 કરોડ રૂપિયાનો બચાવ જે માર્ચ ક્વાર્ટર માટે 28,096.07 કરોડ અને એક વર્ષ પહેલાના આ ક્વાર્ટરમાં 8929.48 કરોડ રૂપિયા હતા. જ્યારે ગ્રોસ નોન-પરર્ફોર્મિંગ એેસેટ્સ ઘટીને કુલ આપવામા આવેલા દેવાનું 10.69 ટકા પર આવી ગયા જે માર્ચ ક્વાર્ટરમાં 10.91 ટકા અને ગત નાણા વર્ષના જૂન ક્વાર્ટરમાં 9.97 ટકા હતા. જ્યારે નેટ-નોન પરર્ફોર્મિંગ એસેટ્સની વાત કરીએ તો જૂન ક્વાર્ટરમાં તે ઘટીને 5.29 ટકા પર આવી ગઇ જે માર્ચ ક્વાર્ટરમાં 5.73 ટકા જ્યારે ગત નાણા વર્ષમાં 5.97 ટકા હતા.

બીએસઇને આપવામાં આવેલી જાણકારીમાં એસબીઆઇએ જણાવ્યું કે તેને 1 નવેમ્બર 2017થી લાગૂ નવી સેલરી હેઠળ બાકી રકમ માટે 30 જૂન 2018 સુધી 2655.40 કરોડ રૂપિયાની બચત કરી હતી. જે માર્ચ 1659.41 કરોડ રૂપિયા હતી. નેશનલ કંપની લો ટ્રાઇબ્યુનલ તરફથી રેજોલૂશન પ્લાનને લીલી ઝંડી આપવા પર બેંકને એક કેસ પર એપ્રિલ-જૂન 2018 દરમિયાન કાયદાકીય સલાહ માટે 1952.94 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.