Business The chance to watch movie super 30 for free! This bank offers wins of a movie voucher
  • Home
  • Business
  • મફતમાં ફિલ્મ SUPER 30 જોવાની તક, આ બેન્ક આપી રહી છે કપલ મૂવી જીતવાની ઓફર

મફતમાં ફિલ્મ SUPER 30 જોવાની તક, આ બેન્ક આપી રહી છે કપલ મૂવી જીતવાની ઓફર

 | 4:53 pm IST

જો તમે ફિલ્મ જોવી ગમે છે તો તમારા માટે સુપર 30 કપલ મૂવી વાઉચર જીતવાની બેસ્ટ તક છે. આ ઓફર ખાનગી ક્ષેત્રની HDFC BANK લઇને આવી છે. જેમા તમને આજે એટલે 12 જુલાઇએ રિલીઝ થયેલી ઋતિક રોશનની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ સુપર-30થી જોડાયેલા કેટલાક સવાલના જવાબ આપવા પડશે. જો તમે રેકોર્ડ ઓછામાં ઓછા સમયમાં દરેક સવાલના જવાબ આપશો તો તમને 30 કપલ મૂવી વાઉચર જીતી શકો છો.

શુ છે કોન્ટેસ્ટમાં

એચડીએફસી બેન્કે આ કોન્ટેસ્ટનું નામ ધ પેજૈપ સુપર 30 કૉન્ટેસ્ટ રાખ્યું છે. આ કૉન્ટેસ્ટમાં સવાલોના સૌથી ઝડપથી જવાબ આપનારા જ વાઉચર જીતી શકશે. તેમાથી ફિલ્મ અને એચડીએફસી બેન્કના પેજૈપથી જોડાયેલા કુલ પાંચ સવાલ પૂછવામાં આવશે. જેનો તમારે ઝડપી અને સાચો જવાબ આપવાનો રહેશે.

16 જુલાઇએ વિજેતા જાહેર થશે

એચડીએફસી બેન્કનો આ કૉન્ટેસ્ટ 11 જુલાઇ 2019થી શરૂ થયો છે અને તે 14 જુલાઇ 2019 સુધી ચાલશે. એચડીએફસી બેન્કની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, આ કૉન્ટેસ્ટના વિજેતાના નામની જાહેરાત 16 જુલાઇ 2019એ કરવામાં આવશે. 30 કપલ મૂવી વાઉચરની વેલ્યુ 500 રૂપિયા બરાબર છે.

ધ પેજૈપ સુપર 30 કૉન્ટેસ્ટનું આયોજન ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર થઇ રહ્યું છે આ કૉન્ટેસ્ટ માત્ર ભારતીય નાગરિકો માટે છે. જેમા 18 વર્ષથી વધારે ઉંમરના લોકો ભાગ લઇ શકે છે. અંહી આ વાતનું ધ્યાન રાખો કે એચડીએફશી બેન્કની પાસે તેની શરતોમાં ક્યારેય પણ બદલાવ કરવાનો અધિકાર હશે. આ ઓફર ન માત્ર રોકડમાં બદલી શકાશે અને ન માત્ર તેની પર કોઇ ભાવ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન