Business These cities will get bullet trains after Mumbai-Ahmedabad
  • Home
  • Business
  • મુંબઇ-અમદાવાદ બાદ આ શહેરોને મળશે બુલેટ ટ્રેન

મુંબઇ-અમદાવાદ બાદ આ શહેરોને મળશે બુલેટ ટ્રેન

 | 6:56 pm IST

મુંબઇ-અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન ચાલવામાં થોડા વર્ષો લાગી શકે છે, પરંતુ સરકારે આ વચ્ચે કેટલાક અન્ય શહેરોને બુલેટ નેટવર્કથી જોડવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. લોકસભામાં જાણકારી આપતા સરકારે જણાવ્યું કે 6 રૂટને બુલેટ ટ્રેન ચલાવવા માટે નક્કી કરવામાં આવ્યા છે અને તેની પર ફિજિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહી છે. વધુમાં સરકારે કહ્યું છે કે દેશના 4 પ્રમુખ મેટ્રો શહેર દિલ્હી, ચેન્નાઇ, મુંબઇ અને કોલકત્તાને હીરક ચતુર્ભુંજ નેટવર્ક દ્વારા જોડવામાં આવશે.

તે સિવાય નાગપુર અને બેંગલુરુને પણ આ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે. સરકાર તરફથી દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકત્તા, મુંબઇ-ચેન્નાઇ, દિલ્હી-ચેન્નાઇ, મુંબઇ-કોલકત્તા અને ચેન્નાઇ-બેંગલુરુ, મૈસુરના રૂટ પર ફિજિબિલિટી સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકાર આ રૂટ પર બુલેટ દોડાવવા માટે ફ્રાન્સ, સ્પેન, ચીન, જાપાન અને જર્મનીથી મદદ લઇ રહી છે.

આ 6 રૂટ મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટથી અલગ છે. સરકારનું કહેવું છે કે મુંબઇ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન 2022 સુધી ચાલવા લાગશે. આ પ્રોજેક્ટમાં જાપાન તરફથી ભારતને મદદ કરવામાં આવી રહી છે. હાલ મુંબઇથી અમદાવાદ વચ્ચે સફળમાં 7 કલાકનો સમય લાગે છે. પરંતુ બુલેટ ટ્રેનથી આ મુસાફરી 2 કલાકમાં પૂરી થઇ શકશે.

આ પ્રોજેક્ટ માટે જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી તરફથી 88,000 કરોડની લોન આપવામાં આવી રહી છે. આ લોનની વેલિડિટી 50 વર્ષની હશે અને તેની પર ભારતને 0.1 ટકા વ્યાજ ચૂકવવું પડશે. જાપાનની આ લોન માટે 15 વર્ષ સુધીનો સમય આપ્યો છે. ત્યાર પછી આ લોનની પરત આપવામાં આવશે. અનુમાન મુજબ મુંબઇ-અમદાવાદ બુલેટ પ્રોજેક્ટ પર 17 અરબ ડોલરની રકમ ખર્ચ થશે.