Businessman Prem Watsa May invest 5 billion Dollars in India next 5 years
  • Home
  • Featured
  • શું દેશ લાંબી આર્થિક મંદીમાં સપડાયો છે! આ અબજોપતિ રોકાણકારે કહી અલગ જ વાત

શું દેશ લાંબી આર્થિક મંદીમાં સપડાયો છે! આ અબજોપતિ રોકાણકારે કહી અલગ જ વાત

 | 10:59 am IST

એક તરફ હાલ દેશમાં આર્થિક મંદીની ચર્ચા ટ્રેન્ડમાં છે અને વિપક્ષી દળ કેન્દ્ર સરકાર પર દેશમાં વધી રહેલી મંદી અને બેરોજગારીને મુદ્દો બનાવી સતત નિશાન સાધી રહ્યું છે. ત્યારે હવે એવી પરિસ્થિતિઓમાં એક અબજોપતિ રોકાણકારે મંદીની વાતને નકારી એક અલગ જ વાત કહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ અબજોપતિ રોકાણકાર પ્રેમ વત્સે ભારતમાં આગામી 5 વર્ષોમાં 5 અબજ ડોલરનું રોકાણ કરવાની વાત કહી છે. તેમને ભારતમાં આર્થિક મંદીની આશંકાઓને ફગાવી કહ્યું કે અહીં શાનદર તક છે. આપને જણાવી દઈએ કે હૈદરાબાદમાં જન્મેલા પ્રેમ વત્સને કેનેડાના વોરેન બફેટ કહેવામાં આવે છે. તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું કે વત્સની કંપનીએ છેલ્લા 5 વર્ષોમાં ભારતમાં આશરે 5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જ્યારે આગામી પાંચ વર્ષોમાં પણ એટલું રોકાણ કરવાની કંપનીની યોજના છે.

સૂત્રો મુજબ પ્રેમ વત્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મળવા પણ આપ્યા હતા. કેનેડાના ટોરંટોમાં 70 અબજ ડોલરની ફેયરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સના ચેરમેન વત્સે એક ખાનગી મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,‘મારા મુજબ ભારત દુનિયાનું નંબર વન દેશ છે. દુનિયાની GDPમાં ભારતની ભાગેદારી લગભગ 3 ટકા જેટલી છે. પરંતુ કુલ વૈશ્વિક રોકાણમાં તેની ભાગેદારી માત્ર 1 ટકા છે. જો આને વધારીને માત્ર 2 ટકા કરવામાં આવે તો ભારતમાં 3 લાખ કરોડ ડોલરનું રોકાણ વધશે.’ વત્સે કહ્યું કે તેમની કંપની ભારત સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ સાથે જોડાવવા ઇચ્છે છે. વત્સે કહ્યું કે કંપની ભારતમાં એરઇન્ડિયા, તેલ-ગેસ જેવા ક્ષેત્રમાં રોકાણ કરવાનું વિચારી શકે છે.

વત્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે,‘મોદીજી એક બિઝનેસ ફ્રેન્ડલી નેતા છે. તેમનું સંપૂર્ણ ધ્યાન દેશ માટે સારું કરવા પર હોય છે. મોદીજીએ 13 વર્ષ ગુજરાતમાં શાનદાર રેકોર્ડ સ્થાપિત કર્યા છે. મોદીજી જેવું અનુભવ ગ્લોબલ લેવલે ઓછા લીડર્સમાં જોવા મળે છે.’ મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતમાં ફેયરફેક્સની કંપનીઓમાં લગભગ 3.5 લાખ લોકો કામ કરે છે.

આ વીડિયો પણ જુઓ: રાજકોટમાં વરસાદને લઈને આજી 1 ડેમ ઓવરફ્લો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન