Businessmen And Life With Family In Varanasi
  • Home
  • Featured
  • “પપ્પા, અમને પહેલા ઉંઘની ગોળી આપી સુવાડી દેજો અને પછી અમારૂ ગળુ દબાવી દેજો”

“પપ્પા, અમને પહેલા ઉંઘની ગોળી આપી સુવાડી દેજો અને પછી અમારૂ ગળુ દબાવી દેજો”

 | 9:16 pm IST

ઉત્તર પ્રદેશના વારાણસીમાં શુક્રવારે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી. વ્યાપારમાં ખોટ અને દેવાથી પરેશાન પંખાના વ્યાપારીએ પત્ની, દિકરી, દિકરાની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી જવા પામી છે.

મરતા પહેલા વ્યાપારીએ આ હિચકારૂ પગલુ ભરતા પોલીસે ફોન કરીને સૂચના આપી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આખો પરિવાર છેલ્લા 23 દિવસથી આત્મહત્યાની તૈયારી કરી રહ્યો હતો.

ઉત્તર પ્રદેશના વારાણસી શહેરના આદમપુર વિસ્તારના નચની કુવા મહોલ્લામાં વ્યાપરી ચેતન તુલસ્યાન (45) પરિવાર સાથે રહેતા હતા. મકાનના નિચલા માટે માતા-પિતા અને ઉપરના માળે ચેતન પત્ની ઋતુ (42), દિકરા હર્ષ (19) અને દિકરી હિમાંશી (17) સાથે રહેતા હતાં. આજે સવારે 4:35 વાગ્યે ચેતને 112 પર ફોન કરીને જાણકારી આપી હતી કે, તે પરિવાર સાથે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. પોલીસકર્મીઓએ સામેથી ફોન કરતા કોઈએ ફોન ઉપાડ્યો નહીં. મુશ્કેલીથી એડ્રેસ શોધીને પોલીસ ઘરે પહોંચી તો ચેતનના પિતા રવિંદ્રનાથે દરવાજો ખોલ્યો હતો.

પોલીસે પુછપરછ કરતા રવિંદ્રનાથ ઉપરના માળે ગયા હતાં. પરંતુ ઘરનો દરવાજો કોઈએ ખોલ્યો નહીં. પોલીસે દરવાજો તોડ્યો તો અંદર એક રૂમમાં પથારી પર હર્ષ અને હિમાંશી મૃત પડ્યા હતાં. બીજા રૂમમાં ઋતુનો મૃતદેહ પડ્યો હતો જ્યારે ચેતન ફાંસીએ લટકી રહ્યો અહ્તો. રૂમમાંથી ઉંઘની દવાની શીશી મળી આવી હતી.

12 પાનાનીએ સૂસાઈડ નોટ મળી આવી

દંપતિ અને બે બાળકોના મોતની જાણકારી મળતા જ વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો હતો. થોડી જ વારમાં આઈજી કક્ષા સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતાં. ફોરેંસિક વિભાગની ટીમ પન ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં એક રૂમમાંથી 12 પાનાની સૂસાઈડ નોટ મળી આવી હતી. જેને વ્યાપારી ચેતનની પત્નીએ પોતે લખી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સૂસાઈદ નોટમાં વ્યાપારમાં આવેલી ખોટના કારણે આર્થિક તંગી વર્ષવતા ઋતુએ લખ્યું છે કે, 20 વર્ષ પહેલા જ્યારે તે લગ્ન કરીને વારાણસી આવી તો ખુશ પરિવારમાં લગ્ન થયા છે. પરંતુ ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે, પતિને ઓછુ દેખાવવાની બિમારી છે. પરિવારના સભ્યોનો પણ જે રીતે સહયોગ મળવો જોઈએ તે ના મળ્યો.

કરૂણતા એ છે કે, આ સૂસાઈડ નોટમાં દિકરી-દીકરાના હવાલાથી લખવામાં આવ્યું છે કે- પપ્પા, અમને ઉંઘની ગોળી આપીને ઉંઘાડી દેજો અને ત્યાર બાદ અમારા ગળા દબાવી દેજો.

પુરી તૈયારી સાથે આચાર્યુ કૃત્ય

એસએસપી પ્રભાકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી મળી આવેલી સૂસાઈડ નોટ અને દવાઓ જોતા લાગે છે કે, પુરી તૈયારી અને પરસ્પર સમજુતિથી પરિવારજનોએ પોતાના જીવ આપ્યા છે. સૂસાઈડ નોટ સાથે એક સ્ટેમ્પ પેપર પર લખેલીએ એફિડેવિડ પણ મળી આવી છે. જેને ગત 22 ફેબ્રુઆરીએ તૈયાર કરવામાં આવી હતા. તેના પર ચેતન તુલસ્યાન તરફથી લખવામાં આવ્યું છે કે- મર્યા બાદ તેની સંપત્તિ ગોરખપુરમાં રહેનારા સાળાને આપવામાં આવે. એફિડેવિટથી સ્પષ્ટ છે કે, વ્યાપારી અને તેનો પરિવાર છેલ્લા 23 દિવસથી મોતની તૈયારી કરી રહ્યો હતો. સૂસાઈડ નોટ અને એફિડેવિટ્ને ફોરેંસિક ટીમે કબજામાં લીધી છે. 

આ વીડિયો પણ જુઓ : એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનમાં વાયુસેના દ્વારા અનોખી પહેલ કરવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન