PICS: કેલિફોર્નિયાના જંગલમાં `આગ-રાજ’, એકનું મોત - Sandesh
  • Home
  • World
  • PICS: કેલિફોર્નિયાના જંગલમાં `આગ-રાજ’, એકનું મોત

PICS: કેલિફોર્નિયાના જંગલમાં `આગ-રાજ’, એકનું મોત

 | 3:57 pm IST

અમેરિકામાં  કેલિફોર્નિયાના જંગલમાં ગત સોમવારથી આગ ભભૂકી ઉઠીછે. થોમસ ફાયર’તરીકે ઓળખાતી આ આગમાં એક વાહનચાલ  મૃત્યુ પામ્યો છે. આગના કારણે અત્યાર સુધી 27,000 લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે અ  45,000 એકર જમીનને નુકસાન થયું છે. આગના કારણે લોસ એન્જેલસની સીમા પર વસેલા ઘરોને પણ ખાલી કરાવાયા છે. આ ઉપરાંત 150 ઘરો અને દુકાનો નાશ પામી છે. વેન્ટુરા કાઉન્ટીના ગવર્નરે મંગળવારે કટોકટી-ઈમરજન્સીની જાહેરાત કરી છે. ઓક્ટોબર મહિનામાં પણ કેલિફોર્નિયાના નાપા અને સોનોમા કાઉન્ટીમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને અંદાજે  દોઢ હજાર મકાન બળીને ખાખ થઇ ગયા હતા.

થોમસ ફાયરમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 3 અગ્નિ શામક કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.  આગ ઝડપથી ફેલાઇ રહી હોવાના કારણે અત્યાર સુધી 27,000 લોકોએ સ્થળાંતર કર્યુ છે. વધતા જતા જોખમને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે. આથી દોઢ લાખથી વધુ ઘરોમાં અંધારપાટ છવાઈ ગયો છે.

કેલિફોર્નિયા ગવર્નર જેરી બ્રાઉને લોકોને શક્ય હોય તેટલી ઝડપથી સુરક્ષિત સ્થળે જતાં રહેવાની તાકીદ કરી છે. જેરી બ્રાઉનના જણાવ્યા અનુસાર  આગ ઝડપથી ફેલાઇ રહી છે અને ખૂબ જ ભયાનક છે. સરકાર આગ ઓલવવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે.

કેલિફોર્નિયા સરકારે જણાવ્યું હતું કે  આગના વધતા જોખમથી ટૂંક સમયમાં જ ક લાખની વસતિ ધરાવતાં વેન્ચ્યુરા શહેર પણ પ્રભાવિત થશે.   ફાયર ઓફિસર એરિક બુસકોએ જણાવ્યું હતું કે આગ સોમવારે લાગી અને થોડાં જ કલાકોમાં સેંકડો એકર વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. આગની લપેટમાં એ જંગલ પણ આવી ગયું જ્યાં દાયકાઓથી  આગ નથી લાગી.

આગને પગલે HBO ટેલિવિઝનના બિગ-બજેટ ડ્રામા વેસ્ટવર્લ્ડ અને સીબીએસની સીરિઝ S.W.A.Tનું શૂટિંગ પણ પડતું મુકાયું છે.  આગના કારણે સાઉથ કેલિફોર્નિયાના દરિયાકાંઠાનો 500 માઇલ જેટલાં વિસ્તારમાં  ધુમાડો છવાઈ ગયો છે.  કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી અને સેન બેર્નાન્ડિનોમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગયા છે. અગાઉ પણ કેલિફોર્નિયાની આગમાં 20,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 2017માં જંગલની આગના કારણે કેલિફોર્નિયાની એક મિલિયન એકર જમીનને નુકસાન થયું છે.
ઝડપથી ફેલાતી આ આગ મંગળવારે સાંજે વેન્ટુરા શહેરને લગભગ નષ્ટ કરીને હાઇ-વે 33 તરફ વળી હતી. ત્યારબાદ 101 ફ્રીવેથી સોલિમાર બીચ પહોંચી હતી.
થોમસ ફાયરમાં વિસ્ટા ડેર માર હોસ્પિટલના અપાર્ટમેન્ટ સહિત 150 જેટલાં સ્ટ્રક્ચર રાખ થઈ ગયા છે.  મંગળવાર સાંજથી શહેરના મોટાંભાગના સ્થળો ખાલી કરી દેવામાં આવ્યા છે. બુધવારે વેન્ટુરા અને કોનેજો વેલીની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.