દોડો દોડો પોર્ટુગલના જંગલમાં આગ લાગી, મૃતદેહોની લાઈન લાગી, પશુ-પક્ષીઓમાં ભાગાભાગી – Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • દોડો દોડો પોર્ટુગલના જંગલમાં આગ લાગી, મૃતદેહોની લાઈન લાગી, પશુ-પક્ષીઓમાં ભાગાભાગી

દોડો દોડો પોર્ટુગલના જંગલમાં આગ લાગી, મૃતદેહોની લાઈન લાગી, પશુ-પક્ષીઓમાં ભાગાભાગી

 | 1:38 pm IST


મધ્ય પોર્ટુલગના જંગલમાં ભયાનક આગ ફાટી નીકળી છે. આગમાં 39ના મોત થયા છે અને 20 દાઝી ગયા છે.. મોટા ભાગના લોકો કારમાં જ બળી જતાં મૃત્યુ પામ્યા છે.


પેડ્રોગન ગ્રેન્ડ વિસ્તારના વનમાં ગઈકાલે બપોરે આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રેગેડના 500 કર્મચારીઓ અને 160 વાહનોને અગ્નિ ઠારવા માટે રવાના કરાયા હોવાનું મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
લિસ્બન પાસેના સિવિલ પ્રોટેકશનના વડામથકે વડાપ્રધાન એન્ટાનિયો કોસ્ટાએ જણાવ્યું હતું કે આપણ જે જોઈ રહ્યા છીએ તે ભારે દુખદ ઘટના છે. અત્યાર સુધી 20 જણાં મૃત્યુ પામ્યા હોવાને સમર્થન આપવામાં આવ્યું છે. આ સંખ્યા હજુ પણ વધી શકે છે.
તેમણે કહ્યું હતું કે હાલમાં આગ પર કાબુ મેળવવાને જ અગ્રતા અપાય છે. તે પછી જ આપણે જાણીશું કે શું થયું હતું. અગાઉ ગૃહપ્રધાન જ્યોર્જ ગોમ્સે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા 19 જણાં સામાન્ય નાગરિક હતાં. આગને લીધે અનેક ગામડાઓને અસર થઈ છે. આગમાં જોકે કેટલું નુકસાન થયું છે તે ગોમ્સ જણાવી શક્યા ન હતાં.
બીજીબાજુ પ્રમુક માર્સેલો રેબેલો સીરિયા આ ક્ષેત્રના અસરગ્રસ્ત લોકોને મળવા દોડી ગયા છે. પોર્ટુગલમાં શનિવારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધી ગયું હતું અને લૂ લાગે તેવા પવન ફંકાઈ રહ્યા હતાં.