Busy with Katrina Salman even after marriage

લગ્ન પછી પણ કેટરીના સલમાન સાથે વ્યસ્ત

 | 7:58 pm IST
  • Share

  • કેટરીના લગ્ન પછી તરત ફિલ્મમાં વ્યસ્ત
  • ફિલ્મ ટાઈગર-3નું સલમાન સાથે કરશે શૂટિંગ
  • વિક્કી કૌશલ પણ લગ્ન પછી સતત વ્યસ્ત

વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ચર્ચા સૌ કોઈ કરી રહ્યું છે ત્યારે રાજસ્થાનના સવાઈ માધોપર ખાતે યોજાનાર છે તેવી ચર્ચા ચર્ચાઈ રહી છે ત્યારે લગ્ન બાદ પણ કેટરીના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર ૩ના શૂટિંગમાં વ્યસ્ત રહેશે. તો આ તરફ વિક્કી કૌશલની ફિલ્મોનું શિડ્યુઅલ ઘણું વ્યસ્ત છે  

વિક્કી-કેટ શાહીલગ્ન પહેલા કરશે કોર્ટમેરેજ

વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને હવે થોડા જ અઠવાડિયા બાકી છે. તેમના લગ્નની ચર્ચાઓ દિવસેને દિવસે વધી રહી છે. વિક્કી-કેટરિના રાજસ્થાન જતા પહેલા મુંબઈમાં જ કોર્ટ મેરેજ કરશે તેવું પણ જાણવા મળ્યું છે.

લગ્ન પછી કપલ કામકાજમાં વ્યસ્ત

વિક્કીના નજીકના મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિક્કી લગ્ન પહેલા અને પછી કામથી સતત ઘેરાયેલો છે.વિક્કી પહેલા સારા અલી ખાનની સામે લક્ષ્મણ ઉતેકરની રોમ-કોમ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે. જે પૂર્ણ થવામાં 2 થી 3 ડિસેમ્બરનો સમય લાગી શકે છે. લગ્ન પછી તરત જ તે મધ્યપ્રદેશમાં શૂટ થઈ રહેલી ફિલ્મની શરૂઆત કરશે.

કેટરીના કરશે ટાઈગર ૩ ફિલ્મનું શૂટિંગ

વિક્કીએ પહેલાથી જ લક્ષ્મણને તારીખો ફાળવી આપી છે.અને તે સતત કોશિશ કરી રહ્યો છે કે ફિલ્મના શેડ્યૂલમાં કોઈ વિલંબ ન થાય. તેણે આશ્વાસન પણ આપ્યું છે કે ફિલ્મ સમયસર પૂરી થઈ જાય અને ડેટ શિફ્ટિંગને લઈને કોઈ સમસ્યા ના આવે. અફવાહ એવી પણ છે કે લગ્ન પછી તરત જ કેટરીના કૈફ ટાઈગર ૩ ફિલ્મની શુટિંગ શરુ કરશે

લગ્નમાં મોબાઈલ પર પ્રતિબંધ

તો બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે વિક્કી અને કેટરીનાના લગ્નમાં મહેમાનો માટે મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીએ ખાતરી આપી છે કે લગ્નના કોઇપણ ફોટા કે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલના થવા જોઈએ જ્યાં સુધી વિક્કી કે કેટરીના જાતે તેણે અપલોડ ના કરે 

મહેમાનોની યાદી

કેટ અને વિક્કીના લગ્નના મહેમાનોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં કબીર ખાન અને તેની પત્ની ટોપ લિસ્ટમાં હશે. આ લગ્નમાં કરણ જોહર, અલી અબ્બાસ જાફર, રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વરુણ ધવન અને નતાશા જેવા ઘણા દિગ્ગજ કલાકારો હાજરી આપી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો