બ્રિટનના રસ્તા પર દેખાયા મોંઘા-મોંઘા પતંગિયા, દૂર દૂરથી છે પધાર્યા - Sandesh
  • Home
  • World
  • બ્રિટનના રસ્તા પર દેખાયા મોંઘા-મોંઘા પતંગિયા, દૂર દૂરથી છે પધાર્યા

બ્રિટનના રસ્તા પર દેખાયા મોંઘા-મોંઘા પતંગિયા, દૂર દૂરથી છે પધાર્યા

 | 12:35 pm IST

બ્રિટનમાં અને મોંઘીદાટ કાર રસ્તાઓ પર દેખાવવા લાગી છે, માર્ગ પર મર્સડિઝ બેન્ઝ, સિલ્વર લેમ્બોર્ગીન એવેન્ટડોર જેવી દોડતી આધુનિક કાર સૌથી ધ્યાન ખેંચે છે. આ બધી કારો કોઈ અરબના શેખની છે, હાલ બ્રિટનમાં વેકેશન છે અને અરબ શેખ અહીં વેકેશન માણવા આવ્યા છે અને પોતાની સાથે આ આધુનિક મોંઘી કારનો કાફલો પણ સાથે લઈ આવ્યાં છે.

હાલ બ્રિટનમાં વેકેશનની સીઝન ચાલી રહી છે. દેશના આ ગાળામાં વિશેષ કરીને મધ્ય-પૂર્વના પર્યટકોની સંખ્યા વધારે હોય છે. વેકેશનમાં દુબઈના શાહી પરિવારના સભ્યોથી લઈને અબજોપતિ બિઝનેસમેન બ્રિટનમાં ડેરાતંબુ તાણે છે. તેઓ લક્ઝુરિયસ કારનો કાફલો પણ લઈ આવે છે.

car-2-wb

આ વિવિધ મોંઘી કારને 3,000 માઈલ દૂર લઈ જવા માટે અંદાજે એક કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ થાય છે. લંડનમાં પાર્કિંગની સમસ્યા છે અને આ કારણે અરબ શેખ અનેકવાર દંડ ચુકવવો પડે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન