buy lpg cylinder only at rs 634 in delhi know the full process
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સિલિન્ડરના વધતા ભાવથી મળશે ગૃહિણીઓને રાહત, હવે ફક્ત 634 રૂ.માં મળશે

સિલિન્ડરના વધતા ભાવથી મળશે ગૃહિણીઓને રાહત, હવે ફક્ત 634 રૂ.માં મળશે

 | 11:35 pm IST
  • Share

  • સિલિન્ડરના વધતા ભાવથી મળશે ગૃહિણીઓને રાહત
  • ઘરેબેઠા હવે ફક્ત 634 રૂ.માં મળશે ગેસ સિલિન્ડર
  • જાણો શું છે સરળ પ્રોસેસ અને લઈ લો લાભ

LPG ગેસ સિલિન્ડરને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. આ સિલિન્ડર ચાલી રહેલા સિલિન્ડરથી હલકો હશે અને સાથે અન્ય સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે પણ તમને જણાવશે. ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થવાના કારણે લોકો ત્રાહિમામ કરી ચૂક્યા છે. આ માટે તમારે માત્ર 633.50 રૂપિયા ભરવાના રહે છે. જો કે તમામ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કે ફેરફાર થયો નથી. 4 ઓક્ટોબર બાદ ન તો એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા છે અને ન તો તેના ભાવમાં વધારો થયો છે. તેમ છતાં તમે આ ખાસ સિલિન્ડર 633. 50 રૂપિયા એલપીજી ગેસ સિલિન્ડર ખરીદી શકે છે. તો જાણો પ્રોસેસ.

કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર

આપણે વાત કરી રહ્યા છીએ એ સિલિન્ડરની જેમાં ગેસ જોઈ શકાય છે. 14.2 કિલોના ગેસ વાળા ભારે સિલિન્ડરથી હલકો સિલિન્ડર પણ સામેલ છે. દિલ્હીમાં તે 899.50 રૂપિયામાં મળી રહ્યો છે પણ કમ્પોઝિટ સિલિન્ડર માત્ર 633.50 રૂપિયામાં ભરાવી શકો છો. તો 5 કિલોના ગેસના એલપીજી કમ્પોઝિટ સિલિન્ડર ફક્ત 502 રૂપિયામાં રિફિલ કરી શકાશે. જ્યારે 10 કિલોના એલપીજી સિલિન્ડર ભરાવવાને માટે તમારે માત્ર 633.50 રૂપિયા આપવાના રહેશે.

આ શહેરોમાં મળી રહ્યા છે સિલિન્ડર

કમ્પોઝિટ સિલિન્ડરમાં હાલમાં સિલિન્ડરની સરખામણીએ 4 કિલો ગેસ ઓછો આવશે. પહેલા તબક્કામાં આ કમ્પોઝિટ સિલિન્ડર દિલ્હી, બનારસ, પ્રયાગરાજ, ફરીદાબાદ, ગુરુગ્રામ, જયપુર, હૈદરાબાદ, જાલંધર, જમશેદપુર, પટના, મૈસૂર, લુધિયાણા, રાયપુર, રાંચી, અમદાવાદ સહિત 28 શહેરોમાં મળશે.

આ કારણે ખાસ છે કમ્પોઝિટ સિલિન્ડર

કમ્પોઝિટ સિલિન્ડર લોખંડના સિલિન્ડરની સરખામણીએ 7 કિલો હલકો છે. તેમાં 3 લેયર છે. હાલમાં ઉપયોગમાં લેવાતો ખાલી સિલિન્ડર 17 કિલોનો હોય છે અને ગેસ ભરવા માટે આ 31 કિલોથી થોડો વધારે હોય છે. હવે 10 કિલોના કમ્પોઝિટ સિલિન્ડરમા 10 કિલો ગેસ હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો