આ દિવાળીએ ખરીદો 4GBથી 6GB RAMના શાનદાર મોબાઈલ માત્ર 14,999થી ઓછી કિંમતમાં - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • DIWALI
  • આ દિવાળીએ ખરીદો 4GBથી 6GB RAMના શાનદાર મોબાઈલ માત્ર 14,999થી ઓછી કિંમતમાં

આ દિવાળીએ ખરીદો 4GBથી 6GB RAMના શાનદાર મોબાઈલ માત્ર 14,999થી ઓછી કિંમતમાં

 | 11:00 pm IST

દિવાળી પર મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સૌથી વધારે વેચાતા હોય છે. દિવાળીની ટાણે કંપનીઓ  ઘણી ઓફર્સ લઈને આવતી હોય છે. જેમા મોંઘા મોંઘા ગેજેટ્સ અને ચીજવસ્તુઓ લોકોને સસ્તા ભાવમાં મળી જતી હોય છે. આ દિવાળી પર ઈકોમર્સ વેબસાઇટ્સ જેવી કે એમેઝોન અને ફ્લિપકાર્ટ પણ અનેક ઓફર્સ આપી રહી છે.

આ ઓફર્સ દરમિયાન ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ સહિત સસ્તા થયેલા સ્માર્ટફોન્સનું વેચાણમાં ઘણો મોટો ઉછાળો આવે છે. તેવી જ રીતે આ દિવાળી ઉપર ઘણી બધી ઓફર્સ મળી રહી છે, પરંતુ આ વચ્ચે ઘણા બધા ગ્રાહકો માર્કેટમાં આવી રહેલા અવનવા મોબાઈલ વચ્ચે કયો મોબાઈલ ખરીદવો તે નક્કી કરી શકતા હોતા નથી. એવામાં સંદેશ તમને જણાવશે કે, જો તમે 15000 રૂપિયા સુધીના બજેટમાં સ્માર્ટફોન ખરીદવો છે, તો ક્યાં સ્માર્ટફોન તમારા માટે સારો સાબિત થશે.  અહીં અમે તમને ટોપ 5 સ્માર્ટફોન વિશે જાણકારી આપીશુ, જે તમને આ દિવાળી દરમિયાન ઓફર્સ હેઠળ મળી જશે.

Xiaomi Redmi Note 4:

 – ડિસ્પ્લે અને પ્રોસેસર : 5.5 ઇંચ અને 1.7GHz Octa-core

– RAM અને સ્ટોરેજ: 2/16 જીબી, 3/32 જીબી, 4/64 જીબી વેરિએન્ટમાં ઉપલબ્ધ

– પાછળનો અને આગળનો કેમેરો: 13 મેગાપિક્સેલ અને 5 એમપી

– બેટરી: 3340 એમએએચ

– કિંમત: 9,999, 10,999, રૂ .12,999 (વેરિએન્ટ અનુસાર)

Honor 6x:

– ડિસ્પ્લે : 5.5 ઇંચ અને 1.7GHz Octa-core

– RAM અને ઈન્ટરનલ મેમોરી : 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ

– રિયર અને ફ્રન્ટ કેમેરો : 12 મેગાપિક્સેલ અને 8 મેગાપિક્સેલ

– બેટરી: 3340 એમએએચ

– કિંમત: 10,999 રૂપિયા

LG Q6

 – ડિસ્પ્લે : 5.5 ઇંચ અને 1.4GHz Octa-core

– RAM અને સ્ટોરેજ : 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ

– રિયર અને ફ્રન્ટ કેમેરો: 13 મેગાપિક્સેલ અને 5 મેગાપિક્સેલ

– બેટરી : 3000 એમએએચ

– કિંમત : 12,999 રૂપિયા

Coolpad Cool Play 6

 – ડિસ્પ્લે : 5.5 ઇંચ અને 1.4GHz Octa-core

– રેમ અને ઈન્ટરનલ મેમોરી : 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ

– રિયર અને ફ્રન્ટ કેમેરો : 13+ 13 એમપી ડ્યુઅલ કેમેરા અને 8 એમપી ફ્રન્ટ કેમેરો

– બેટરી : 4,000 એમએએચ

– કિંમત : 14,999

Moto G5s Plus:

– ડિસ્પ્લે : 5.5 ઇંચ અને 2GHz Octa-core

– રેમ અને ઈન્ટરનલ મેમોરી : 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ

– રિયર અને ફ્રન્ટ કેમેરો : 13 મેગાપિક્સેલ અને 8 મેગાપિક્સેલ

– બેટરી : 3000 એમએએચ

– કિંમત : 15,990