Buying a missile system will be very heavy to IndiaBuying a missile syst
  • Home
  • World
  • રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી ભારતને ભારે પડશે : ટ્રમ્પની ધમકી

રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી ભારતને ભારે પડશે : ટ્રમ્પની ધમકી

 | 3:03 am IST

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદ કરવાનો સોદો કરીને ભારતે મોટી ભૂલ કરી છે. ભારત દ્વારા થયેલું આ કાર્ય અમેરિકાસ એડવર્સિઝ થ્રૂ સેન્કશન એક્ટ (કાટસા)ના ઉલ્લંઘન બરોબર છે, કે જેનું પરિણામ ભારતે ભોગવવું પડશે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ગયા સપ્તાહમાં ભારત આવ્યા હતા ત્યારે બંને દેશો વચ્ચે એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મુદ્દે સોદો ફાઇનલ થયો હતો. ભારતે આ સોદા હેઠળ રશિયા પાસેથી પાંચ અબજ ડોલરમાં  એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદ કરવા નક્કી કર્યું છે. તે પછી ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે ભારતને તેના પરિણામોે વિષે ટૂંકમાં જાણકારી મળી જશે.  પત્રકાર પરિષદમાં ટ્રમ્પને ભારત સામે પ્રતિબંધક પગલાં ક્યારે લેવામાં આવશે? તેમ પૂછવામાં આવતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે,’ તમે વિચાર્યું હશે તેના કરતાં ટૂંકા સમયમાં પગલાં લેવામાં આવશે.’ પત્રકાર પરિષદ વખતે વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ પણ હાજર હતા.

ભારતને પ્રતિબંધમાં છૂટછાટ મળવી મુશ્કેલ

ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે ચાર નવેમ્બર પછી ઈરાન પાસેથી તેલ આયાત ચાલુ રાખનારા દેશોએ પણ અમેરિકી નારાજગીનો ભોગ બનવું પડશે. સંરક્ષણ નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી  છે કે રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદ કરવા સોદો પાકો કર્યા પછી ભારતે કાટસા હેઠળ અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.અમેરિકામાં વસી રહેલા ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાનું માનવું છે કે પ્રમુખ ટ્રમ્પ ભારતને છૂટછાટ આપી શકે છે. પ્રતિબંધોમાંથી છૂટછાટ આપવાનો અધિકાર માત્ર પ્રમુખ ટ્રમ્પ ધરાવે છે.

શું છે અમેરિકાનો કાટસા કાયદો

કાટસા કાયદો તે ટ્રમ્પ વહીવટીતંત્રને આર્થિક અને રાજકીય પ્રતિબંધોના માધ્યમથી રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાને નિશાન બનાવવાની તાકાત આપે છે. તે કાયદા હેઠળ રશિયા,ઔઇરાન કે ઉત્તર કોરિયા સાથે વેપાર સોદા કરનારા દેશોને પ્રતિબંધનો સામનો કરવો પડે છે. અમેરિકા તાજેતરમાં જ ચીની સંરક્ષણ કંપનીઓ પર આવા પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. પરંતુ તે વખતે પણ સંરક્ષણ પ્રધાન મેટિસ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ ભારતને છૂટછાટ આપવા આગ્રહ કરી રહ્યા હતા.