ઘર ખરીદનારાઓ માટે આવી ગયા એકદમ અગત્યના સમાચાર - Sandesh
  • Home
  • Featured
  • ઘર ખરીદનારાઓ માટે આવી ગયા એકદમ અગત્યના સમાચાર

ઘર ખરીદનારાઓ માટે આવી ગયા એકદમ અગત્યના સમાચાર

 | 7:30 am IST

। નવી દિલ્હી ।

આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલની મુંબઈ બેન્ચે તાજેતરમાં પોતાની રહેઠાણ મિલકત વેચીને નવું મકાન ખરીદ કરનારા કરદાતાને તેણે વેચાણ કરેલી મિલકતમાંથી મળતા લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર મળતા આવકવેરાના લાભો આપવા ઈનકાર કરી દીધો હતો. ઈનકારનું કારણ માત્ર એટલું જ હતું કે કરદાતાએ પોતાનું નવું મકાન પોતાની પત્ની કે પોતાની વયસ્ક દિકરીને નામે લીધું હતું. આ જ પ્રકારના કેસમાં દિલ્હી હાઈકોર્ટે કરદાતાની તરફેણમાં નિર્ણય લીધો હતો.

આવકવેરા અપીલ ટ્રિબ્યૂનલની મુંબઈ બેન્ચ આમ તો હાઇકોર્ટના નિર્ણયને માનવા બંધાયેલી છે, પણ તેમ છતાં હાઈકોર્ટના નિર્ણયથી વિપરીત નિર્ણય લેતાં જણાવ્યું હતું કે નવી મિલકત કરદાતાને નામે જ હોવી જોઈએ કે પછી પત્ની કે પુત્રી મિલકતનું કાયદેસરનું ટાઈટલ ધરાવતા હોવા જોઇએ. આવકવેરા કાયદાની કલમ 54 કરદાતાને જૂના મકાનમાંથી થયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઈનના રોકાણ માટે વેચાણ તારીખથી બે વર્ષની મુદત આપે છે.

શું છે કાયદાની જોગવાઈ ?

આવકવેરા કાયદા હેઠળ રહેણાક મકાનના વેચાણ થકી થયેલો નફો કરદાતા બે વર્ષ સુધી રાખે તો આવા નફાને લોંગ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ગણવામાં આવશે. તે ગેઈન 20 ટકાને દરે કરપાત્ર છે. ફુગાવાને ધ્યાને રાખીને વેરાકીય ગણતરી થતી હોય છે. આ બે વર્ષના સમયગાળામાં તે ગેઈનનું રોકાણ ભારતમાં બીજા મકાનમાં થાય તો તેના પર ઓછો વેરો લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન