By 2024 the size of e-commerce will be 111 billion Business
  • Home
  • Business
  • 2024 સુધીમાં ઈ-કોમર્સનું કદ 111 અબજ ડોલર થશે

2024 સુધીમાં ઈ-કોમર્સનું કદ 111 અબજ ડોલર થશે

 | 9:00 am IST
  • Share

  • ભારતનો ઈ-કોમર્સ ઉદ્યોગ 2024 સુધીમાં 84 ટકા વૃદ્ધિની અપેક્ષા
  • 111 અબજ ડોલર પર પહોંચે તેવી શક્યતા
  • જુલાઈ 2021માં 8 કરોડ ઇન્સ્ટોલ્સ સાથે શોપિંગ એપ્સ ઇન્સ્ટોલેશન ર્વાિષક ધોરણે મજબૂત વૃદ્ધિ દર્શાવે છે

 

ભારતનો ઈ-કોમર્સ ઉદ્યોગ 2024 સુધીમાં 84 ટકા વૃદ્ધિની અપેક્ષા સાથે 111 અબજ ડોલર પર પહોંચે તેમ એફ્લ્સના માસ પ્લેટફેર્મ અને સેન્સર ટાવરનો રિપોર્ટ જણાવે છે. રિપોર્ટ જણાવે છે કે, 2020-21ના બીજા ક્વાર્ટરમાં ભારતમાં પાંચ લોકપ્રિય ઈ-કોમર્સ એપ્સ પર 6 કરોડ ડોલરનો ખર્ચ જોવા મળ્યો હતો.

જે ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ અને વિયેટનામના સંયુક્ત સ્પેન્ડ કરતાં ઊંચો હતો. છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં ભારતમાં ટોચના શોપિંગ એપ્લિકેશન્સ પર ડેઈલી એક્ટિવ યૂઝર્સ(ડીએયુ)માં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ટોચના 10 એપ્સે 2020-21ના બીજા ક્વાર્ટરમાં સરેરાશ 70 લાખ ડીએયુ નોંધાવ્યાં હતાં. જે ર્વાિષક ધોરણે 18 ટકા વૃદ્ધિ સૂચવે છે. 2019-20માં એપ સ્ટોર્સ પરથી ક્લબ ફેક્ટરીને દૂર કર્યાં બાદ ભારતમાં ટોચના એપ્સ પર મંથલી એક્ટિવ યૂઝર્સ(એમએયુ)માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

જોકે 2021ની શરૂઆતથી દેશમાં એક્ટિવ યૂઝર્સની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જુલાઈ 2021માં દેશમાં શોપિંગ એપ ઇન્સ્ટોલેશનમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી અને તે મહિના માટે 8 કરોડના આંકને પાર કરી ગઈ હતી. જે માસિક ધોરણે 1.5 કરોડની વૃદ્ધિ દર્શાવતી હતી. આમાં સોશિયલ કોમર્સ એપ મિશો એકલાએ જ 1.2 કરોડ ડાઉનલોડ્સનું યોગદાન આપ્યું હોવાનું કહેવાય છે.

ઉપરાંત ટોપ શોપિંગ એપ્સ માટે ડે 1 અને ડે 7કસ્ટમર રિટેન્શન પણ 2020-21ના બીજા ક્વાર્ટરમાં બે વર્ષની સૌથી ઊંચી સરેરાશ પર જોવા મળ્યું હતું. ભારતમાં ટોપ શોપિંગ એપ્સ માટે લાંબા ગાળાના રિટેન્શને 2019-20ના ત્રીજા ક્વાર્ટરમાં ટોચ બનાવી હતી. જ્યારબાદના ક્વાર્ટર્સમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

દેશમાં ઝડપથી બદલાઈ રહેલાં કન્ઝયુમર બિહેવિયર અને આગવી ડેમોગ્રાફીને દોતાં ઈ-કોમર્સમાં ચોક્કસ ઝડપી વૃદ્ધિ જોવા મળી રહ્યો છે. નવા ર્વિટકલ્સ અને ખાસ ક્ષેત્રમાં ફેકસ ધરાવતાં પ્લેયર્સને કારણે ઈ-કોમર્સનો પ્રવેશ અને સ્વીકૃતિ વધી રહ્યાં છે. ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં પણ ઈ-કોમર્સમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. 2025 સુધીમાં તેઓ સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં બજારોમાં સમાવેશ પામતાં હશે એમ રિપોર્ટ જણાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો