By Devendra Patel: who made education compulsory and free years ago
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • દેવન્દ્ર પટેલની કલમે : જેમણે વર્ષો પહેલાં શિક્ષણ ફરજિયાત અને મફત કર્યું

દેવન્દ્ર પટેલની કલમે : જેમણે વર્ષો પહેલાં શિક્ષણ ફરજિયાત અને મફત કર્યું

 | 5:43 am IST
  • Share

  • દીર્ઘદૃષ્ટા મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ફરજીયાત અને મફત કર્યું
  • મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતાની આગવી સૂજબૂઝ અને દીર્ઘદૃષ્ટા માટે જાણીતા
  • 1885થી જ તેમણે કેળવણીના પ્રસાર માટે ઉદાર યોજના અમલમાં મૂકવા માંડી

જીવન અને કાર્યની કથા આજની નવી પેઢી, કેળવણીકારો અને રાજનીતિજ્ઞાોએ વાંચવા જેવી છે. સયાજીરાવ ગાયકવાડના જીવન અને કવન વિશે 500થી વધુ પુસ્તકો લખાયા છે. આ જ શ્રેણીમાં વિદ્વાન લેખક નારાયણ માધુએ  ‘દીર્ઘદૃષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ’ નામનું એક નવું જ પુસ્તક ગુજરાતી ભાષામાં આપણી સમક્ષ મૂક્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ પોતાની આગવી સૂજબૂઝ અને દીર્ઘદૃષ્ટા માટે જાણીતા હતા. તેઓશ્રી પોતાના શાસનકાળ દરમિયાન એક પ્રજાવત્સલ મહારાજા તરીકે નામના પામ્યા હતા. લેખક નારાયણ માધુએ  મહારાજા સયાજીરાવના જીવન અને કાર્ય વિશે લખેલી કેટલીક રસપ્રદ માહિતી આ પ્રમાણે છે.

પ્રજાવત્સલ મહારાજા : દીર્ઘદૃષ્ટા મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ

સયાજીરાવે પ્રજાના વિકાસ માટે અનેક કાર્યો  કર્યા ! તેમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ કાર્ય કેળવણીનું છે. તેમણે મફત  અને ફરજિયાત કેળવણીની પ્રથા દાખલ કરી. સમગ્ર હિંદુસ્તાનમાં આવું પગલું ભરનાર  સયાજીરાવ   સૌ પ્રથમ રાજવી હતા. તે પછી ફરજિયાત અને મફત કેળવણીનો વ્યાપ હાઈસ્કૂલો અને કોલેજ સુધી વિસ્તાર્યો.

અમરેલી તાલુકામાં પ્રથમ પ્રયોગ 

સન 1885થી જ તેમણે કેળવણીના પ્રસાર માટે ઉદાર યોજના અમલમાં મૂકવા માંડી હતી. તેને યુરોપના પહેલા પ્રવાસથી વેગ મળ્યો અને મફત ફરજિયાત પ્રાથમિક કેળવણીનો અખતરો 1892માં અમરેલી તાલુકામાં શરૂ થયો. તે મુજબ 7થી 12 વર્ષની ઉંમર સુધીના છોકરાઓને તથા પડદો ન પાળતા વર્ગોની 7થી 10 વર્ષની છોકરીઓને ફરજિયાત મફત કેળવણી શાળાઓમાં આપવાની હતી. એક સરખા 10 દિવસ અથવા કોઈ પણ મહિનામાં 15 દિવસ સુધી છોકરો ગેરહાજર રહે તો તેમના વાલીને બે આના દંડ કરવાનું ધોરણ હતું.

અમરેલી તાલુકાના સર્વ ગામોમાં આવી ફરજિયાત શાળાઓ ઉત્તરોત્તર નીકળતાં ફરજિયાત વયનાં  ઘણા ખરાં બાળકોને શિક્ષણ મળ્યું. ફરજિયાતનો અમલ આ કાયદો આખા રાજ્યમાં લાગુ કરવા માટેનું ધ્યેય રખાયું હતું. તે મુજબ યોજનાનો વિચાર થયો. 1905-06માં હુકમ થયો  કે ચાલુ 600 સરકારી પ્રાથમિક શાળા તથા 600 પંચાયત શાળા ઉપરાંત બીજી નવી ગ્રામ્યશાળાઓ તદ્દન પછાત પ્રદેશ સિવાય રાજ્યમાં  દરેક ગામડે કાઢવી, ગામડાંમાં પંચાયતો શાળા કાઢે તથા કસબામાં કેળવણી  ખાતું કાઢે. આ શાળાઓ   તા.1-8-1906થી કાઢવાની શરૂઆત થઈ. પહેલાં ત્રણ ધોરણમાં શિક્ષણ મફત આપવાનું હતું. 1906-07ના કારોબારી અહેવાલ પ્રમાણે ફરજિયાત વયમાં  1906માં ફેરફાર કરવામાં આવ્યો હતો અને છોકરા માટે 7થી 12 અને છોકરી માટે 7થી 10 ની ઉંમર ઠરાવી હતી તથા ફક્ત ત્રણ ધોરણ જ ફરજિયાત રખાયાં હતા. 1907-08ના રાજ્યના કારોબારી રિપોર્ટ પ્રમાણે તદ્દન ગરીબ વર્ગના બાળકોને સ્લેટ તથા ચોપડીઓ મફત અપાતી. ખેડૂતોની મોસમી જરૂરિયાતોને અનુકૂળ આવે એવા શાળાના વખત રાખવામાં આવતા, તથા  તાલીમ પામેલા શિક્ષકો પૂરાં પાડવા માટે ગોઠવણ કરવા ટ્રેઇનિંગ કોલેજોની પુનર્ઘટના કરવામાં આવી હતી.

પુસ્તકાલયનો પૂરોધા

મહારાજા અમેરિકાના પ્રવાસે હતા ત્યારે ત્યાંનાં ગ્રંથાલયો જોઈ તેમની નજર ઠરી તરત સ્વસંસ્થાનમાં એવું હોય, એ વિચાર જન્મ્યો. સન. 1907માં  તેમણે ઝડપભેર પૂરા સંસ્થાનમાં ગ્રંથાલયો નિર્માણ કરવાનું કામ કરી કાઢયું, પણ એમાં નોંધપાત્ર પ્રગતિ થઈ ન થકી. કારણ તીવ્ર ઇચ્છાશક્તિનો ક્રિયાશીલતાની જોડ હોય તો ગ્રંથાલય શી રીતે નિર્માણ  કરાય,   એ વિશેના જ્ઞાાનનો અભાવ વર્તાતો  હતો. મહારાજાને વાસ્તવિક્તાનો ખ્યાલ આવ્યો. એ વિશે જાણકારી હોય તેવા લોકો નગરીમાં નહોતા. પણ મહારાજા હામ હારે તેવા નહોતા.  એમની નજર બાજ પક્ષીની જેમ સતત નિરીક્ષણમાં મગ્ન રહેતી. તેઓ કોલંબિયા યુનિર્વિસટીની મુલાકાતે ગયા, ત્યારે વિલિયમ બોર્ડેન નામના જુવાનનું કામ  તેમની નજરમાં વસી ગયું. તરત તેમણે બોર્ડેનને વડોદરા પધારવા માટે નિમંત્રણ આપ્યું. તે પ્રમાણે બધી વ્યવસ્થા કરાવી આપી.

સન 1910ના ડિસેમ્બર મહિનામાં મહારાજાએ સેન્ટ્રલ  લાઇબ્રેરીની સ્થાપના

મહારાજા સયાજીરાવની ઈચ્છાનુસાર વિલયમ બોર્ડેન ત્રણ વર્ષ વડોદરા રહ્યા. સન 1910ના ડિસેમ્બર મહિનામાં મહારાજાએ સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના કરી. સમય જતાં એ ગ્રંથાલયે, એશિયા ખંડના સૌથી વિશાળ  ગ્રંથાલય તરીકે નામના પ્રાપ્ત કરી. ત્યાં પચાસ હજારથી વધુ પુસ્તકો હતા. એક સમયે જેટલાં ગ્રંથો ઘેર લઈ જવાની અહીં વ્યવસ્થા હતી.તેવી એશિયા ખંડના એકેય ગ્રંથાલયમાં હતી નહીં. વળી, લાઇબ્રેરીમાં સંદર્ભગ્રંથ વિભાગ, સ્ત્રીવિભાગ, બાળવિભાગ, રીડિંગરૂમ તથા સ્ત્રીઓ  માટે અલગ રીડિંગરૂમની વ્યવસ્થા હતી તે લાભમાં!

પુસ્તકાલય ખોલવાની એક સામટી દશ વર્ષ માટેની યોજના તૈયારી કરી 

‘પુસ્તકાલય પ્રવૃત્તિ કાયમ માટે જામે અને ફાલે ને  ફળે તે માટે કેટલી ધગશ શ્રીમંત મહારાજા સાહેબની હતી તેનો ખ્યાલ આવી શકે તે માટે આટલું જણાવવાની જરૂર રહે છે કે તેઓશ્રીએ મિ. બોર્ડેનને કહ્યું કે રાજ્યના અમલદારોને પુસ્તકાલય પ્રવૃત્તિનો ખ્યાલ નહીં  હોવાના કારણે  ખર્ચની બાબત આગળ ધરીને તેઓ પુસ્તકાલય ખાતાની પ્રગતિમાં વિઘ્ન નાખશે. માટે રાજ્યના પુસ્તકાલય ખોલવાની એક સામટી દશ વર્ષ માટેની યોજના તૈયારી કરી મંજૂરી  માટે રજૂ કરવી. તે ઉપરથી મિ. બોર્ડેને રાજ્યના દરેક મોટા ગામમાં પુસ્તકાલયનું મકાન થાય. તેને પુસ્તકોનો સારો સંગ્રહ અપાય. તેની વ્યવસ્થા અને સુશિક્ષિત ગ્રંથપાલની રખાય અને દશ વર્ષમાં રૂપિયા 20,00,000/- ખર્ચાય એવી યોજના તૈયાર કરી. આ યોજનાથી ખાતાના ચાલુ બજેટ ઉપરાંત સરકાર તેમજ પ્રાંત પંચાયતનાં દરેક પુસ્તકાલય માટે ર્વાિષક રૂ. 20,000/- ચાર વર્ષ સુધી પ્રાંત અને કસબા પુસ્તકાલયને સુંદર મકાન પૂરતો લાકડાંનો સામાન તથા પુસ્તકોનો મોટો સંગ્રહ પૂરો પાડવાનો હતો. લોકોએ અને પ્રાંત પંચાયતોએ આ યોજના વધાવી લીધી અને રૂ. 3,00,000 /- ના કુલ ખર્ચે સને 1912થી 1916 સુધીના વર્ષોમાં 45 પ્રાંત અને કસબા પુસ્તકાલયોનાં મકાનો બંધાઈ ગયાં અને મફત સાર્વજનિક પુસ્તકાલયો તરીકે જ્ઞાાન પ્રચારનું કામ કરતાં થઈ ગયાં.’

કાળક્રમે વડોદરા નરેશે હજાર કે હજારથી વધુ આબાદી હોય તેવાં ગામમાં નાના ગ્રંથાલયોની જોગવાઈ કરી. તેથી વધુ નાનાં ગામનેય ગ્રંથાલયની સુવિધા પ્રાપ્ત કરાવી આપવા માટે પ્રવાસી ગ્રંથાલયો ( મોબાઈલ લાઇબ્રેરી ) શરૂ કરવાનું એમણે યોગ્ય ગણ્યું. આ બધું જ કામ મહારાજાનાં સહકાર અને ધગશને પ્રતાપે એ હદે સરસ રીતે થયું હતું કે લંડનની લાઇબ્રેરીમાં એ કાર્યના વખાણાર્થે `One of the best organised library in the world ‘ એવી નોંધ લખાઈ. સૌથી અગત્યની વાત એ હતી કે પ્રજાને આ સગવડ મફતમાં પ્રાપ્ત થતી હતી.

શ્રી નારાયણ માધુના આ પુસ્તકમાં પ્રસ્તુત કરાયેલી ઘટનાઓ સૌ કોઈને અભિભૂત કરી દે તેવી છે. આ પુસ્તકમાં મહારાજાની, પુસ્તકાલયની, યુનિર્વિસટીની, મહારાણી ચિમણાબાઈની, મહારાજાની સવારીની, બરોડા મ્યુઝિયમની, લક્ષ્મીવિલાસ પેલેસની અને મહારાજાના શાસનકાળ સમયની ચલણી નોટોની દુર્લભ તસવીરો પણ છે. આ પુસ્તક વાંચતાં મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ અને તેમના પરિવારને વંદન કરવાનું મન થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો