By providing the Rafale government is strengthening Indian Air Force: Air Force Chief
  • Home
  • Featured
  • ચીનનો ઉલ્લેખ કરતાંની સાથે જ વાયુસેનાના ચીફે રાફેલ અંગે કહ્યું કે…

ચીનનો ઉલ્લેખ કરતાંની સાથે જ વાયુસેનાના ચીફે રાફેલ અંગે કહ્યું કે…

 | 12:19 pm IST

રાફેલ ડીલ પર વિપક્ષ જયાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહ્યું છે. ત્યાં વાયુસેનાએ પણ આ ડીલનું સમર્થન કરી દીધું છે. વાયુસેના ચીફ બીએસ ઘનોઆએ આ વિમાનોને જરૂરી ગણાવતા તેને દેશની હવાઇ સરહદ માટે મહત્વનું ગણાવ્યું છે. ઘનોઆએ ચીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ કરી રાફેલને દેશ માટે જરૂરી ગણાવ્યું. તેમણે બુધવારના રોજ કહ્યું કે આપણી સ્થિતિ યુનિક છે. આપણા પાડોશી પરમાણુ સંપન્ન છે અને તેઓ પોતાના વિમાનોને આધુનિકીકરણમાં લાગ્યા છે. રાફેલ દ્વારા આપણે મુશ્કેલીઓનો સામનો કરી શકીશું. આપને જણાવી દઇએ કે વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ એસબી દેવે પણ થોડાંક દિવસ પહેલાં આ ડીલનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ડીલની ટીકા કનારાઓને તેના માપદંડ અને ખરીદ પ્રક્રિયાને સમજવી જોઇએ.

સરકાર કરી રહી છે વાયુસેનાને મજબૂત
ભારતીય વાયુસેનાની સંરચના, 2035 પર એક સંગોષ્ઠીમાં ઘનોઆએ કહ્યું કે રાફેલ અને S-400 દ્વારા સરકાર વાયુસેનાને મજબૂત બનાવાનું કામ કરી રહી છે. ચીફે કહ્યું કે ભારતીય વાયુસેનાની પાસે 42 સ્ક્વૉડ્રનની સરખામણીમાં આપણી પાસે 31 જ હાજર છે. તેમણે કહ્યું કે 42ની સંખ્યા હોવા પર તે પૂરતા નથી. તેમણે કહ્યું કે છેલ્લાં એક દાયકામાં ચીને ભારતને અડીને આવેલા ક્ષેત્રમાં રોડ, રેલ, અને એરફીલ્ડને ઝડપથી વિસ્તાર્યું છે. તેમણે રાફેલ વિમાનના માત્ર બે બેડાની ખરીદીને યોગ્ય ગણાવતા કહ્યું કે આ પ્રકારની ખરીદીનું ઉદાહરણ પહેલાં પણ રહ્યું છે.

ચીનની પાસે 800 ફોર્થ જનરેશન વિમાન
ઘનોઆએ કહ્યું કે અમારા સૂત્રોના મતે ચીનની પાસે અંદાજે 1700 એરક્રાફ્ટ છે જેમાં 800 ફોર્થ જનરેશનના છે. તેનો ઉપયોગ આપણી વિરૂદ્ધ થઇ શકે છે. ચીનની પાસે પૂરતી સંખ્યામાં લડાકુ વિમાન છે.

પાકિસ્તાન પણ F-16 વિમાનોના ફ્લીટને અપગ્રેડ કર્યું છે અને તેઓ ચોથા અને પાંચમા જનરેશનમાં બદલી રહ્યાં છે. આ સિવાય પાકિસ્તાન JF17 વિમાનને પણ સામેલ કરી રહ્યાં છે. ચીન ઝડપથી પોતાની ચોથી જનરેશનના વિમાનોને પાંચમી જનરેશનમાં બદલી રહ્યાં છે.

વાયુસેનાના ચીફે કહ્યું કે અમારા પાડોશીઓએ બીજા અને ત્રીજા જનરેશનના વિમાનોને ચોથા તથા પાંચમા જનરેશનના વિમાનમાંથી રિપ્લેસ કરી દીધા છે તો આપણે પણ આપણા વિમાનોને અપગ્રેડ કરવા પડશે. તેમણે કહ્યું કે આપણે કોઇપણ પ્રકારના સંઘર્ષની સ્થિતિને રોકવા માટે પૂરી તૈયારી કરવી પડશે. જેથી કરીને જો બે મોર્ચા પર પણ લડવું પડે તો આપણે તૈયાર રહીએ.

ઘનોઆએ કહ્યું કે રાફેલ જેવા હાઇટેક વિમાન આપણા જરૂરિયાત છે કારણ કે તેજસ એકલા મુશ્કેલીનો સામનો કરી શકે નહીં. તેમણે કહ્યું કે દેશને વિપક્ષી દેશોની સરખામણીમાં ખુદને મજબૂત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારત જેવી મુશ્કેલ સ્થિતિનો સામનો બીજા કોઇ દેશો કરી રહ્યાં નથી. વિરોધીની નિયતમાં થોડા પણ ફેરફારથી વસ્તુ રાતોરાત બદલાય શકે છે. આપણને આપણા વિપક્ષી દેશોની બરાબર તાકત જોઇએ.