BYJUs pauses all ads featuring Bollywood actor Shah Rukh Khan: Reports
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ ખાનને ઝટકો, BYJU’S એ તમામ જાહેરાતો રોકી દીધી, થશે મોટું નુકસાન

શાહરૂખ ખાનને ઝટકો, BYJU’S એ તમામ જાહેરાતો રોકી દીધી, થશે મોટું નુકસાન

 | 1:38 pm IST
  • Share

  • બાયજૂસમાંથી શાહરૂખને ઝટકો

  • આર્યન ખાન જ્યુડિશિયલ કસ્ટડીમાં જતા બાયજૂસે શાહરૂખની તમામ જાહેરાતો રોકી દીધી

  • પ્રી-બુકિંગ છતાંય શાહરૂખની તમામ જાહેરાતો બંધ કરી દીધી

ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટી કરવાના આરોપમાં ફસાયેલા આર્યન ખાનના પિતા શાહરૂખ ખાનને મોટો ઝટકો લાગ્યો છે. બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન દેશની સૌથી મૂલ્યવાન એજ્યુકેશન કંપની બાયજૂસના બ્રાન્ડ એમ્બેસેડર છે. હવે તેનો દીકરો આર્યન ખાન જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયા બાદ બાયજૂસે શાહરૂખ ખાનની તમામ જાહેરાતોને રોકી દીધી છે. મીડિયા રિપોર્ટસના મતે પ્રી-બુકિંગ છતાંય બાયજૂસે શાહરૂખ ખાનની તમામ જાહેરાતોને બંધ કરી દીધી છે.

બીજી કંઇ કંપનીઓની સાથે કિંગ ખાનની ડીલ?

બાયજૂસ સાથે કિંગ ખાનની સૌથી મોટી સ્પોન્સશિપ ડીલ્સમાંથી એક હતી. આ સિવાય હ્યુન્ડાઇ, એલજી, દુબઇ ટુરિઝમ, આઇસીઆઈસીઆઈ બેન્ક અને રિલાયન્સ જિયો જેવી કેટલીય કંપનીઓ માટે ચહેરો છે.

શાહરૂખ ખાનને કેટલાં પૈસા આપે છે બાયજૂસ?

રિપોર્ટસના મતે બાયજૂસ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે શાહરૂખ ખાનને વાર્ષિક ત્રણ થી ચાર કરોડ રૂપિયા આપે છે. 2017થી શાહરૂખ ખાન આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે.

બાયજૂસનું વેલ્યુએશન કેટલું છે?

આ સપ્તાહે બાયજૂસે 30 કરોડ ડોલરનું મોટું ફંડ એકત્રિત કર્યું હતું. ત્યારબાદ કંપનીનું વેલ્યુએશન 18 અબજ ડોલર એટલે કે 1342.10 અબજ રૂપિયા થઇ ગયું છે. જ્યારે વર્ષની શરૂઆતમાં છેલ્લા ફંડિંગ રાઉન્ડ બાદ બાયજૂસની વેલ્યુ 16.5 અબજ ડોલર હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો