C.R. Patil to BJP leaders not to hold public programs in Coro’s transition
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોના સંક્રમણમાં તાયફા કરનારા BJP નેતાઓને C.R. પાટીલે કડક શબ્દોમાં આપી આ સૂચના

કોરોના સંક્રમણમાં તાયફા કરનારા BJP નેતાઓને C.R. પાટીલે કડક શબ્દોમાં આપી આ સૂચના

 | 6:24 pm IST
  • Share

એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે રાજ્યના ચાર શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ રેલી (BJP leaders rally) નીકાળી રહ્યા છે અને કોરોના સંક્રમણ (Corona transition) વધે તેની રાહ જોઇ રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો છે જેને લઇને અમદાવાદ બાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કરફ્યૂ (Night curfew) લગાવવામાં આવ્યા છે. જ્યારે ભાજપના MLA સત્કાર સમારોહ યોજી રહ્યા છે માંડવીની કરંજ ગામની સ્કૂલમાં સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા.અહિં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો સામેલ થયા હતા. જેમણે ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું, ડીજે સાથે રેલીમાં લીમીટેડ લોકો હતા પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નામે ઝીરો હતો. તેમજ મોટે ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જોકે ગઢડાના MLA આત્મારામ પરમારને બધા તાયફા પતી ગયા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘સંદેશ ન્યૂઝ’ના દર્શાવેલા અહેવાલ બાદ ઠપકો આપ્યો હતો.

ત્યાં જ બીજી તરફ આજે પણ કોરોના કહેર વચ્ચે ભાજપના નેતાઓના તાયફા યથાવત રહ્યા હતા. આજે ડાકોરમાં ભાજપનું મોટું સંમેલન યોજાયું હતું. આ સંમેલન નવજીવન પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. મેટ્રો શહેરમાં કર્ફ્યુ આપવામાં આવ્યું હતું ત્યારે ડાકોરમાં રાજકીય તાયફા ચાલી રહ્યા હતા. અહિં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો. આ સંમેલનમાં મુખ્ય દંડક પંકજ દેસાઈ, પંચમહાલના સાંસદ પણ હાજર રહ્યા હતાં. અમૂલના ચેરમેન રામસિંહ પણ હાજર હતા.

બોટાદમાં ભાજપના કાર્યક્રમમાં જ નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. અહિં જિલ્લા ભાજપના સન્માનના કાર્યક્રમમાં કોરોનાનાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું. કોરોના કાળમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. બોટાદ ખાતે આજે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારંભ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

જોકે હવે સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કડક શબ્લોમાં તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને કડક શબ્દોમાં સૂચના આપી છે કે, ભાજપના નક્કી થયેલા તમામ કાર્યક્રમો રદ કરવા અને કોઈપણ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવું નહીં. ત્યાં જ નવી સૂચના ન મળે ત્યાં સુધી આયોજનો રદ રાખવા.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ શહેર પોલીસની કરફ્યૂમાં કડક કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન