CA final In the 4 students from Ahmedabad were given All India Rank,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • CA ફાઇનલમાં અમદાવાદના 4 વિદ્યાર્થીને ઓલ ઈન્ડિયા રેન્ક, ફાઉન્ડેશનમાં 1,520માંથી 350 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા

CA ફાઇનલમાં અમદાવાદના 4 વિદ્યાર્થીને ઓલ ઈન્ડિયા રેન્ક, ફાઉન્ડેશનમાં 1,520માંથી 350 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા

 | 7:52 am IST
  • Share

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (આઇસીએઆઇ)ની અમદાવાદ શાખા દ્વારા આજે સાંજે સીએ ફઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના ચાર વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો. જેમાં દિવેશ હરપલાનીએ ૧૩મી, આસ્થા માલુએ ૨૭મી, યશ ચોકસીએ ૩૫મી, ભવ્ય શાહે ૩૮મી રેન્ક મેળવ્યો છે.

ચારેય વિદ્યાર્થી ન્યુ કોર્સમાં પાસ થયા છે. સંસ્થા દ્વારા ચારેય વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સીએ ફાઈનલનું અમદાવાદ સેન્ટરનું ૨૯.૩૦ ટકા રિઝલ્ટ છે. જ્યારે ઓલ ઈન્ડિયા ૧૧.૯૭ ટકા રિઝલ્ટ છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (આઇસીએઆઇ)ના ચેરમેને જણાવ્યું હતું કે આ વર્ષે સીએ ફઇનલમાં બંને ગ્રુપમાં ૨૩,૯૮૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં ૨,૮૭૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે ૧૧.૯૭% છે. ગ્રુપ-૧માં ૪૯,૩૫૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૯,૯૮૬ વિદ્યાર્થીઓ પાસ થયા જે ૨૦.૨૩ % છે. ગ્રુપ-૨માં ૪૨,૨૦૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૭,૩૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા જે ૧૭.૩૬ % છે.

સીએ ફઉન્ડેશનના રિઝલ્ટમાં અમદાવાદ સેન્ટરમાંથી ૧,૫૨૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૩૫૦ ઉત્તિર્ણ થયા જે ૨૩.૦૩% પરિણામ છે. જયારે ઓલ ઇન્ડિયામાં ૭૧,૯૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી ૧૯,૧૫૮ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા જે કુલ ૨૬.૬૨% પરિણામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન