Cab Aggregator Ola mat fire 1,400 employees as revenue down
  • Home
  • Business
  • કોરોનાનો પ્રહાર: હવે દેશની આ જાણીતી કંપની કરશે 1,400 કર્મચારીઓની છટણી!

કોરોનાનો પ્રહાર: હવે દેશની આ જાણીતી કંપની કરશે 1,400 કર્મચારીઓની છટણી!

 | 4:40 pm IST

વૈશ્વિક મહામારી કોરોના વાયરસે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને માઠી અસર કરી છે. ભારતમાં પણ છેલ્લા 2 મહિનાથી લોકડાઉન રહેતા અર્થતંત્ર ભાંગી ગયું છે. ત્યારે અર્થવ્યવસ્થાને થઈ રહ્યું આ નુકસાન હવે લોકોની નોકરી છીનવી રહ્યું છે. મળતી માહિતી મુજબ ઉબર અને સ્વિગી બાદ હવે કેબ એગ્રીગેટર કંપની ઓલાએ રાઇડર્સ, ફાઈનાન્સિયલ સર્વિસેઝ અને ફૂડ બિઝનેસના લગભગ 1,400 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ કોરોના મહામારીના કારણે છેલ્લા બે મહિનામાં કંપનીની આવકમાં 95 ટકાનો ઘટાડો થયો છે. તેથી હવે કંપની કર્મચારીઓની છટણી અંગે વિચાર કરી રહી છે. સૂત્રો પ્રમાણે કંપનીના સીઈઓ ભાવેશ અગ્રવાલે કહ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે છેલ્લા બે મહિનોમાં સવારી, નાણાકીય સેવાઓ અને ફૂડ બિઝનેસની આવકમાં 95 ટકાનો ઘટાડો થયો છે અને આ કારણે હવે 1,400 કર્મચારીઓને છૂટા કરવામાં આવી શકે છે.

સૂત્રોએ જણાવ્યું કે એક ઇમેલમાં અગ્રવાલે સ્પષ્ટતા કરી કે વેપારનું ભવિષ્ય ખૂબ જ અસ્પષ્ટ અને અનિશ્ચિત છે અને નિશ્ચિત રીતે આ સંકટનું અસર લાંબા સમય સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓનલાઇન ટેક્સી સર્વિસ આપતી કરતી કંપની ઉબરે પણ વૈશ્વિક સ્તરે 3,000 નોકરીઓમાં કાપ મૂકવાની યોજના બનાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મે મહિનામાં ઉબેરે 3,700 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી અને 45 ઓફિસ બંધ કરવાની યોજના બનાવી છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન