આ રીતે ઘરે બનાવો 'કોબીજનો સંભારો', હોંશે-હોંશે ખાશે ઘરના લોકો - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Food & Travel
 • આ રીતે ઘરે બનાવો ‘કોબીજનો સંભારો’, હોંશે-હોંશે ખાશે ઘરના લોકો

આ રીતે ઘરે બનાવો ‘કોબીજનો સંભારો’, હોંશે-હોંશે ખાશે ઘરના લોકો

 | 6:55 pm IST

સામગ્રી

1/2 કોબીજ ઝીણી સમારેલી
1/2 ટામેટું ઝીણું ઉભું સમારેલું
11/2 ટી સ્પૂન તેલ
1/4 ટી સ્પૂન રાઈ
4 થી 5 મીઠા લીમડાના પાન
3નંગ લીલા મરચાં સમારેલા
2 થી 3 ટીપાં લીંબુનો રસ
1/2 ટી સ્પૂન ખાંડ
1/2 ટી સ્પૂન હળદર
મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત

 • સંભારો બનાવવાનાં 2 કલાક પહેલાં કોબીજને ઝીણી સમારી તેને ધોઈ દો, તેમાં મીઠું અને હળદર ઉમેરી દો.
 • સંભારો બનાવતા પહેલાં તેને બંને હાથથી દબાવી બરાબર નીચોવી પાણી કાઢી લો,
 • તે બાદ એક પેનમાં મધ્યમ તાપે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો.
 • રાઈ ફૂટે એટલે તેમાં લીમડાના પાન અને લીલા મરચાં નાખીને અડધી એક મિનિટ સાંતળો.
 • ત્યારબાદ તેમાં કોબી ઉમેરો
 • જરૂર જણાય તો મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્ષ કરીને બે મિનિટ સુધી ચઢવા દો.
 • કોબીજ અધકચરી ચઢે એટલે ગેસ બંધ કરી દો
 • કોબીજ પર લીંબુનો રસ અને ખાંડ ઉમેરી દો પાંચ મિનીટ બાદ ગરમા-ગરમ સંભારો સર્વ કરવો.
 • સિઝન પ્રમાણે આ સંભારામાં તમે ગાજર અને દાડમનો ઉપયોગ પણ કરી શકો છો.